આવી રહી છે વધુ એક મોટી આફત: અરબી સમુદ્રમાં સર્જાઈ લો પ્રેશર સિસ્ટમ -જાણો શું છે સ્કાયમેટની આગાહી

Cyclone Tej News: સોમવારે રાત્રે અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર બની શકે છે, જે આખરે ચોમાસા પછીના પ્રથમ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.મળતી માહિતી અનુસાર, હવામાન શાસ્ત્રીઓ અનુમાન લગાવી રહ્યા છે કે, અરબી સમુદ્રના દક્ષિણપૂર્વીય ભાગોમાં ચક્રવાતી પરિભ્રમણની સ્થિતિ સર્જાઈ રહી છે. જોકે કોઈપણ નક્કર અંદાજ માટે તે ખૂબ વહેલું છે.

હવામાન એજન્સી SkymetWeather એ જણાવ્યું છે કે, વિષુવવૃત્તની બાજુમાં અરબી સમુદ્રના દક્ષિણ-પૂર્વીય ભાગોમાં એક સ્થિતિ નિર્માણ થઈ રહી છે, જ્યાં હૂંફાળા હિંદ મહાસાગર પર હકારાત્મક IOD અને નજીવો અનુકૂળ MJO નું સંયોજન ટૂંક સમયમાં ચક્રવાતી બની શકે છે.

સ્કાયમેટવેધરે શું કરી છે આગાહી ?
13 ઓક્ટોબરના રોજ પ્રકાશિત સ્કાયમેટવેધરના અહેવાલમાં જણાવામાં આવ્યું છે કે, 15 ઓક્ટોબરની આસપાસ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ રચાય તેવી શક્યતા છે. તે આવનાર 72 કલાકમાં સમુદ્રના અત્યંત દક્ષિણ-મધ્ય ભાગોમાં જઈ શકે છે અને ઓછા દબાણવાળા વિસ્તાર તરીકે આકાર લઈ શકે છે. જોકે અત્યંત નીચા અક્ષાંશ અને પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ ચક્રવાતી પવનોમાં ઝડપી વધારો સૂચવતા નથી.

IOD અથવા હિંદ મહાસાગર દ્વિધ્રુવ એ બે પ્રદેશો વચ્ચેના દરિયાની સપાટીના તાપમાનના તફાવતનો ઉલ્લેખ કરે છે. MJO અથવા મેડન-જુલિયન ઓસિલેશનને વાદળો અને વિષુવવૃત્તની નજીકના વરસાદના પૂર્વ તરફ ગતિશીલ ‘પલ્સ’ તરીકે ઓળખવામાં આવે છે, જે સામાન્ય રીતે દર 30 થી 60 દિવસે પુનરાવર્તિત થાય છે.

પ્રારંભિક આગાહી અનુસાર આદર્શ સ્થિતિમાં આ સંભવિત નીચા દબાણનો વિસ્તાર ટૂંક સમયમાં ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. જો ચક્રવાત બનશે તો તેનું નામ ‘તેજ’ રાખવામાં આવી શકે છે. Skymetweather.com એ 13 ઓક્ટોબરના રોજ પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જણાવ્યું છે કે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર સર્જાતી સ્થિતિ 72 કલાકમાં સમુદ્રના અત્યંત દક્ષિણ-મધ્ય ભાગોમાં ફેરવાઈ શકે છે અને નીચા દબાણવાળા વિસ્તાર તરીકે આકાર લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *