વિડીયોમાં જોઈ શકાય છે કે સુરતના પંડોળ વિસ્તારમાં આવેલ એક હોટેલ પર ચોક બજાર પોલીસ મથકની પીસીઆર વાનના પોલીસ જવાનો રાત્રિના ૧૧ વાગ્યા દરમિયાન હોટેલ પર આવે છે અને તે બાદ હોટેલ મલિક જોડે ગેર વર્તણુક કરી અપશબ્દો ભરી વાણીનો ઉપયોગ કરે છે.
જે સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વિડીયો ને જોતા પોલીસ જવાન હોટેલની અંદર પ્રવેશ કરે છે અને ત્યારબાદ હોટેલમાં ટેબલ પર જમવા બેઠેલા ગ્રાહકને પણ ટપલી દાવ કરી હાથ ખેંચી બહાર કાઢે છે. એટલું જ નહીં પરંતુ બાદમાં હોટલ માલિકને પણ અપશબ્દો અને ગાળો ભાંડતો હોવાનું વીડિયો ફૂટેજ પરથી બહાર આવ્યુ છે.
જોકે પોલીસ જવાનોના આ વિવાદિત વિડિયો ને લઇ લોકોમાં પણ ભારે ચર્ચા થઈ રહી છે. કયા કારણોસર પોલીસ જવાનો દ્વારા હોટલ માલિક અને ગ્રાહક જોડે ગેરવર્તન કરવામાં આવ્યું તે પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે પણ તપાસનો વિષય બની રહે છે. જોકે પોલીસ જવાનોના આ ગેરવર્તન ને લઇ લોકોમાં પણ અંદરો અંદર રોષ વ્યાપી ગયો છે .ત્યારે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ વિડીયો અંગે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે છે કે કેમ તે બાબત મહત્વની બની રહે છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.