રક્ષક બન્યો ભક્ષક: સત્તાના નશામાં PSI એ કર્યું ફાયરીંગ, જાણો વધુ

ગુજરાતમાં પોલીસતંત્ર સાવ ખાડે ગયું હોવાનો પુરાવો રોજેરોજ સામે આવી રહ્યાં છે. સુરતના આરોપીને માર મારીને ફરાર થયેલા 8 પોલીસ કર્મચારીઓનો કિસ્સો હજી આંખ સામે છે, ત્યાં અમદાવાદના સોલા અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈને રાજ્ય પોલીસવડાએ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે. તો ગઈકાલે રાત્રે વડોદરાના તરસાલી વિસ્તારમાં નશામાં ધૂત એક પીએસઆઈએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે.

પોલીસની નોકરી બધાને પચતી નથી, ખાખી વર્ધી અને સરકારી રિવોલ્વર પ્રજાના રક્ષણ માટે છે, પરંતુ વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનના પ્રોબેશનર PSIએ પાનના ગલ્લાવાળા સાથે થયેલા ઝઘડા બાદ પિતાની મદદે આવેલા ગલ્લાવાળાના પુત્રને ત્રણ ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ લોકો ભેગા થઈ જતા PSI ફરાર થઈ ગયા હતા.

ગુજરાતમાં પોલીસતંત્ર સાવ ખાડે ગયું હોવાનો પુરાવો રોજેરોજ સામે આવી રહ્યાં છે. સુરતના આરોપીને માર મારીને ફરાર થયેલા 8 પોલીસ કર્મચારીઓનો કિસ્સો હજી આંખ સામે છે, ત્યાં અમદાવાદના સોલા અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈને રાજ્ય પોલીસવડાએ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે. તો ગઈકાલે રાત્રે વડોદરાના તરસાલી વિસ્તારમાં નશામાં ધૂત એક પીએસઆઈએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તરસાલી વિસ્તારમાં આવેલ રવિપાર્ક રસ્તા પાસે મણીલાલ પ્રજાપતિ નામનો શખ્સ પાનનો ગલ્લો ચલાવે છે. ગઈકાલે રાત્રે 9.15 કલાકે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શક્તિસિંહ ચુડાસમા સિવિલ ડ્રેસમાં અહીં આવ્યા હતા. તેણે મણીલાલ સાથે ઝઘડો કર્યો હતો. ગલ્લાધારક મણીલાલના પુત્ર સિમિતે આ મામલે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પીએસઆઈ ગુસ્સે ભરાયા હતા, અને તેની તરફ બંદૂક તાકી હતી. જેના બાદ ગુસ્સે ભરાયેલા પીએસઆઈ શક્તિસિંહ ચૂડાસમાએ સિમિત પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પીએસઆઈએ ઉપરાઉપરી ત્રણ ગોળીઓ સિમિત પર છોડી હતી, જેમાંથી એક પેટમાં અને બે પગમાં વાગી હતી. ઈજાગ્રસ્ત સિમિતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સિવિલ ડ્રેસમાં આવેલ પીએસઆઈ આ ઘટના બાદ તાત્કાલિક પોતાનું બૂલેટ મૂકીને ભાગી છૂટ્યા હતા. તો બીજી તરફ, પીએસઆઈ ચૂડાસમા નશામાં ધૂત હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, બાદમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, PSI શક્તિસિહ ચુડાસમાએ 3ના બદલે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આ બનાવને પગલે તરસાલી વિસ્તારમાં મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તો બીજી તરફ કેટલાક લોકો મકરપુરા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. હોસ્પિટલમાં પણ ટોળા ઉમટી પડતા પોલીસ પણ સમગ્ર મામલો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આ આરોપી પીએસઆઈ સામે વડોદરાના પોલીસના ઉપલા અધિકારીઓ શું પગલા લેશે. દિવસેને દિવસે પોલીસ કર્મચારીઓ ક્રાઈમ હાથમાં લઈ રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં પોલીસ કર્મચારીઓને ગુનો આચારવા માટેનો છુટ્ટો દોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *