ભાવનગર(ગુજરાત): ગઈકાલે ભાવનગરથી મોટા ખોખરા ગામના વતની વીર જવાન પરેશભાઈ નાથાણીનું આકસ્મિક રીતે હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. આ જવાન જમ્મુનાં 68 આર્મડ રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા.
થોડા દિવસ પહેલા જ બે મહિનાની રજા લઇ પરત ભાવનગરના મોટા ખોખરા ગામે પોતાના વતને આવ્યા હતા, તે દરમિયાન આર્મી જવાનનું અવસાન થતાં પુરા ગામમાં શોકનો માહોલ ફરી વળ્યું હતું, વાણંદ સમાજનું ગૌરવ એવા પરેશભાઈ નાથાણી 17 વર્ષથી આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતાં, રિટાયરમેન્ટના માત્ર 2 જ વર્ષ બાકી રહ્યા હતા.
આ દરમિયાન હાર્ટએટેકનો હુમલો આવતા તેમનું અવસાન થયું છે, આર્મી મેન જમ્મુનાં કાલુચકરેજી મેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા. વીર જવાનને સંતાનમાં એક દીકરો નમન જેમની ઉમર 8 વર્ષ અને એક દીકરી જીયા જેની ઉંમર 4 વર્ષની હતી
તેમજ તેમના મોટા ભાઈનું પણ પાનાગઢ વેસ્ટ બેંગાલમાં દેશના સીમાડાની રક્ષા કરી રહ્યા તે દરમિયાન તેમનું અવસાન થયું હતું. આજે આર્મી જવાન પરેશભાઈ નાથાણીના પાર્થિવ દેહને મોટા ખોખરામાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. વીર જવાનની અંતિમયાત્રામાં પુરુ ગામ જોડાયું હતું.
આર્મી જવાન ના અવસાનથી પુરા ભાવનગરમાં શોકનો માહોલ છવાય ગયો હતો. પરંતુ દુઃખની વાત એ છે કે, માતૃભૂમિની રક્ષા કરતા આવા વીર યુવાનના અંતિમ સંસ્કારમાં ભાવનગરના એક પણ રાજકીય વ્યક્તિ જોડાયા ન હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.