રાજકોટ(Rajkot): રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેક (Heart attack)ના બનાવમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. જેને કારણે યુવાનોના મોત નીપજી રહ્યા છે. ત્યારે હવે રાજકોમાં ફરી આવી ઘટના સામે આવી છે. ત્યારે 24 કલાકમાં જ રાજ્યમાં હાર્ટ એટેકથી મોતની ત્રીજી ઘટના સામે આવી છે. મોરબી, સુરત બાદ હવે રાજકોટમાં વધુ એકનું હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી જવા પામી છે.
19 વર્ષના યુવકનું મોત:
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં હાર્ટ એટેકને કારણે 19 વર્ષના યુવકનું મોત નિપજ્યું છે. 19 વર્ષના આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. ત્યાર બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું તબીબોએ જણાવતા કહ્યું હતું. યુવકના અવસાનથી પરિવાર માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. યુવકનું અકાળે અવસાન થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સુરતના ખટોદરામાં હાર્ટ એટેકથી મોત:
મહત્વનું છે કે, સુરતના ખટોદરા વિસ્તારમાં બાઇક પાછળ બેઠેલા 42 વર્ષના કાનજી સિંહ રાજપુરત નામના વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું.વ્યક્તિ ત્રણ દિવસ અગાઉ જ રાજસ્થાનથી સુરત આવ્યો હતો. આ વ્યક્તિ રાજસ્થાનનો વેપારી છે જે સુરતથી કાપડ લઇને વેચી રહ્યો હતો. આ ઘટના પછી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો.
રાજસ્થાનનો વેપારી કાનજીસિંહ રાજપુત ત્રણેક દિવસ અગાઉ જ સુરત આવ્યો હતો. તે સુરતમાંથી કાપડની ખરીદી કરીને તે કાપડ રાજસ્થાનમાં વેચતો હતો. આ કાનજીસિંહ બાઇક પર પાછળ બેઠો હતો. આ દરમિયાન અચાનક જ છાતીમાં દુખાવો શરુ થયો હતો અને તેને હાર્ટએટેક આવ્યો હતો. જોકે, આ દુર્ઘટના પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટનો રિપોર્ટ આવ્યા પછી જ આ વેપારીના મોતનું સાચું કારણ જાણી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.