Anti Sleep Alarm with Glasses: વારંવાર અનેક રોડ અકસ્માતના સમાચાર સામે આવે છે, ક્યારેક વાહનોની બેદરકારીને કારણે તો ક્યારેક ડ્રાઈવરની બેદરકારીને કારણે પણ મોટા અકસ્માતો થાય છે. આપણે એવું પણ સાંભળ્યું છે કે ઘણી વાર લાંબી મુસાફરીને કારણે ડ્રાઇવરને ઝોકું આવી જાય છે, પરંતુ હવે આવા અકસ્માતો(Accidents)થી બચવા માટે મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઇન્દોર(Indore)માં વિદ્યાર્થીઓએ એક અદ્ભુત ડીવાઈસ બનાવ્યું છે. ખરેખર, ઊંઘ આવતાની સાથે જ આ એલાર્મ વાગશે અને કાર ઉભી રહી જશે.
અદ્ભુત ગેજેટ્સ અકસ્માત અટકાવશે:
ઈન્દોરના હોનહાર વિદ્યાર્થીઓએ ડ્રાઈવરોની બેદરકારીને કારણે થતા અકસ્માતોને ઘટાડવા માટે એક નવી પહેલ કરી છે. ખરેખર, વિદ્યાર્થીઓએ એન્ટી સ્લીપ એલાર્મ બનાવ્યું છે. આ ગ્રુપના એક વિદ્યાર્થીએ કહ્યું, “એન્ટી સ્લીપ એલાર્મમાં એન્ટી સ્લીપ ચશ્મા છે, જો ડ્રાઇવર ડ્રાઇવિંગ કરતી વખતે સૂઈ જાય, તો તેનો એલાર્મ વાગશે અને ગાડી તેની મેળે જ ઉભી રહી જશે.”
The student said that “we have made anti sleep alarm in which a sensor is installed, if the driver’s eyes are closed then buzzer rings and even after that the driver’s eyes do not open then the wheel of the car stops. I was inspired to make this from a bus accident in Hoshangabad… pic.twitter.com/BvVUFV6CXU
— ANI (@ANI) April 20, 2023
ચાર મિત્રોના ગ્રુપે બનાવ્યું અદ્ભુત ડીવાઈસ:
શ્રી ગોવિંદરામ સેકસરિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સના વિદ્યાર્થી અભિષેક પાટીદાર અને તેના મિત્રો દ્વારા આ અદ્ભુત ઉપકરણ બનાવવામાં આવ્યું છે. અભિષેકે કહ્યું, “અમે એન્ટી સ્લીપ એલાર્મ બનાવ્યું છે, જેમાં સેન્સર છે. જો ડ્રાઈવરની આંખો બંધ હોય તો એલાર્મ વાગે છે અને તે પછી પણ જો ડ્રાઈવરની આંખ ન ખુલે તો વાહન ત્યાને ત્યાં જ ઉભું રહી જાય છે. હોશંગાબાદ જિલ્લામાં બસ અકસ્માત બાદ તેને બનાવવાની પ્રેરણા મળી હતી. તેને બનાવવામાં 3 અઠવાડિયાનો સમય લાગ્યો હતો અને ગ્રુપે મળીને તેને બનાવ્યું હતું.”
મહારાષ્ટ્રમાં પણ એલર્ટ ડિવાઇસ તૈયાર કરવામાં આવ્યું છે:
મહારાષ્ટ્રના નાગપુરમાં પણ એક ડિવાઈસ તૈયાર કરવામાં આવ્યું છે, જે ડ્રાઈવરને ઊંઘમાં આવવા પર એલર્ટ કરશે અને અકસ્માતો થતા અટકાવશે. મળતી માહિતી મુજબ નાગપુર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ડિવાઈસને વાહનોમાં લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો કે, તેને ટ્રાયલ પીરિયડમાં રાખવામાં આવશે, પરંતુ જો તેની ટ્રાયલ સફળ થશે, તો તેનો આગળ ઉપયોગ કરવામાં આવશે.
NCRB ડેટા રિપોર્ટ:
NCRB એટલે કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા ભારતમાં માર્ગ અકસ્માતોના અહેવાલે સૌના હોશ ઉડાવી દીધા છે. હકીકતમાં, રિપોર્ટ અનુસાર, 2021માં દેશમાં લગભગ 4.22 લાખ ટ્રાફિક અકસ્માતોમાં 1.73 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી 23,531 લોકો કાર અકસ્માતમાં અને 14,622 લોકો ટ્રક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.
રિપોર્ટ અનુસાર, 2020માં રોડ અકસ્માતમાં કુલ 1.20 લાખ લોકોના મોત થયા હતા. તે જ સમયે, 2019માં 1.36 લાખ અને 2018માં 1.35 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘણી વખત આ અકસ્માતો પોતાની બેદરકારીના કારણે થાય છે, તો બીજી તરફ ઘણી વખત લોકો બીજાની બેદરકારીનો ભોગ બને છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.