સુરત: સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાનીને કારણે લોકો માં લૂંટ ચલાવે છે તો અન્ય લુખ્ખા તત્વો પોતાની મનમાની મુજબ દાદાગીરી ચલાવી રહ્યા છે. લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અસામાજિક તત્વો બેફાન બન્યા છે.
ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આંતક સામે આવ્યો છે. આ પ્રકારની ઘટના સામે આવી એ કઈ નવી વાત ન કહી શકાય. વરાછા વિસ્તારમાં આવી ઘટનાઓ સતત બનતી રહે છે. ત્યારે વરાછા વિસ્તારમાં આવેલ એકતા નગરમાં લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી છે.
View this post on Instagram
એકતાનગરમાં રહેતા વીજુ નામના લુખ્ખા તત્વએ ચીકનની દુકાન ચલાવતા ઇસમ સાથે બોલાચાલી અને ઝઘડો કરીને લાફાવાળી કરી હતી અને ત્યારબાદ તેમને ચપ્પુ મારી દીધું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. ઘટના દરમિયાન ઘાયલ થયેલા યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
હાલમાં આ પોલીસે સમગ્ર ઘટના અંગે સીસીટીવીના આધારે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે. આવા પ્રકારની ઘટના અવારનવાર સામે આવતા હવે એવું લાગી રહ્યું છે કે આ લુખ્ખા તત્વોને હવે ખાખી વર્દીથી પણ ડર નથી લાગી રહ્યો. સરેઆમ કોઈ વ્યક્તિને જાહેરમાં ચપ્પુ મરવું કેટલું યોગ્ય? શું પોલીસ આ સમગ્ર ઘટના અંગે કડકાઈથી તપાસ કરશે તે તો જોવું જ રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.