બધા પૂરી કરવા રાજસ્થાન જીઈ રહેલા સોની પરિવાર નડ્યો અકસ્માત, હાઇવે પર ઉભેલી ટ્રકમાં ઘૂસી ઇકો- ૩ મહિલાના મોત અને…

આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીવાર એક અકસ્માત સામે આવ્યો છે. જેમાં અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે આજે બંધ ટ્રક પાછળ ઈકો કાર…

આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીવાર એક અકસ્માત સામે આવ્યો છે. જેમાં અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે આજે બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને સાત લોકો ઘાયલ થયા છે.

જાણવા મળ્યું છે કે, સોની પરીવારની 4 મહિલા, 5 બાળકો અને એક પુરૂષ રાજસ્થાન બાધા પૂરી કરવા ગયા હતા. ત્યાંથી તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં બે મહિલા અને એક કિશોરીનું મોત નીપજ્યું છે. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતમાં મોત
1. ટીસાબેન હરીશ સોની (41 વર્ષ)
2. જીકીશા હરીશ સોની (15 વર્ષ)
3. નયનાબેન નારાયણ સોની (17 વર્ષ)

થોડા દિવસ પહેલા આણંદના તારાપુર નજીક વહેલી સવારે આશરે 6:30 કલાકની આસપાસ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. જેમાં ઇકો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતા 10 લોકોના મોત નીપજ્યા હતા. જાણવા મળ્યું હતું કે, પરિવાર સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો. આ અકસ્માત ઈંદ્રાજ પાસે સર્જાયો હતો અને તેમાં 10 લોકોના મોત નીપજ્યા હતા. ગંભીર અકસ્માત થતા લોકોના ટોળા ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. અને ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાતા ઇકો કાર કચડીને ભુક્કો થઇ ગઈ હતી. આ દરમિયાન ઇકો કારમાં સવાર લોકો જોર-જોરથી ચીસો પાડવા લાગ્યા હતા. જેને લઈને આજુબાજુના વિસ્તારના લોકો અને મુસાફરો ઘટના સ્થળે પહોચી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇકો કારમાં સવાર 10 લોકોમાં ત્રણ મહિલા, બે બાળક અને પાંચ પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માત દરમિયાન મોતને ભેટેલો પરિવાર ભાવનગરનો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *