સુરતમાં રાત્રી દરમિયાન અસામાજિક તત્વો બેફામ: પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો ઉપર પત્થરમારી નુકશાન – જુઓ CCTV ફૂટેજ

ગુજરાતમાં અવાર-નવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો રહે છે. ત્યારે આજરોજ સુરતના વાડી ફળીયામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. રાત્રિના સમય દરમ્યાન અસમાજિક તત્વો પત્થર મારી પાર્ક થયેલી ગાડીમાં તોડફોડ કરે છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટના બનતા સ્થાનિકોએ આસપાસ લાગેલા CCTV તપાસ્યા હોય છે. જેમાં એક ઇસમ તોડફોડ કરતા નજરે ચડે છે. હાલ સમગ્ર તોડફોડ મુદ્દે સ્થાનિકોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

રેકી કરીને નૂકસાન પહોંચાડે છે
વાડી ફળિયા વિસ્તારમાં અસામાજિક રાત્રિ સમયે ઘર બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરે છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે એક ઇસમ રાત્રીના સમયે રેકી કરે છે. અને બાદમાં ત્યાં પાર્ક વાહનોમાં પત્થરમારી વાહનોમાં નુકશાન પહોચાડી રહ્યો છે. તેમજ વાહનોની સીટ ફાડી પેટ્રોલ ચોરી કરવામાં આવતી હોવાની રાવ પણ ઉઠવા પામી છે.

પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ
સમગ્ર તોડફોડ પ્રકરણમાં સ્થાનિકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ રાત્રિ દરમિયાન આ વિસ્તારમાં થાય તેવી માંગ કરવામાં આવી છે. બીજી તરફ છેલ્લા 15 દિવસથી આ પ્રકારની ઘટના બની રહી છે. જેને લઈને સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ શરુ કરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *