સુરતનાં વિવિધ વિસ્તારોમાં અનેક ચોરીને અંજામ આપનાર કુખ્યાત ગેંગની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી ધરપકડ 

ચોરી અને લુંટફાટની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. સુરતના વિવિધ વિસ્તારમાં સવારમાં…

ચોરી અને લુંટફાટની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. સુરતના વિવિધ વિસ્તારમાં સવારમાં ખુલ્લા મકાનમાં પ્રવેશ કરીને ચોરી કરતી એક ગૅંગને પકડી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે.

જો કે, આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે તમિલનાડુમાં આવેલ વેલ્લોર જિલ્લાની આંતરરાજ્ય ચોરી કરતી વેલ્લોર ગેંગના કુલ 4 સાગરિતોને પકડી પાડીને સુરત પોલીસે સુરતમાં કરેલ કુલ 13 જેટલી ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આ ગેંગ ચોરી કરવા માટે સુરત આવીને મકાન ભાડે રાખી રહેતી હતી.

એમણે માત્ર 1 મહિનામાં સપાટો બોલાવ્યો હતો. ગેંગની પાસેથી કિંમતી મોબાઇલ, લેપટોપ, સોનાના દાગીના પકડી પાડવામાં આવ્યા હતા. સુરતમાં છેલ્લા થોડા સમયથી શહેરનાં વિવિધ વિસ્તારમાંથી સતત ચોરીની ઘટના સામે આવી રહી હતી. જો કે, આ બધી જ ચોરી સવારમાં ઘર ખુલ્લા હોય એવા મકાનમાંથી તસ્કરો ચોરી કરતા હતા.

જો કે, સતત સામે આવી રહેલ ચોરીની ઘટના બનતા પોલીસે આ મામે તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસની સામે હકીકત આવી કે, એક આંતરરાજ્ય ગેંગ સુરતમાં આવેલ ડિંડોલી વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતી હતી. પોલીસ દ્વારા આ ગેંગના ગોવિંદ ગણેશ વડર ,જયસીન વેન્કેટેશન ,કાયદાના સંઘર્ષમાં આવેલ પછી ગુનેગારની સાથે પુરસોથામણ વેકેટેશની ધરપકડ કરવામાં આવી હતી.

એમની પૂછપરછ દરમિયાન સુરતના વિવિધ વિસ્તારમાં ચોરી કરી હોવાની કબૂલાત સાથે કુલ 4 લાખ રૂપિયા કરતા વધુનો મુદામાલ પોલીસે પકડી પાડ્યો હતો. જો કે, આરોપીએ વરાછા વિસ્તારમાં આવે લ્પોલીસ સ્ટેશનમાં કુલ 2 જગ્યા પર તેમજ કતારગામ વિસ્તારમાં આવેલ પોલીસ મથકમાં કુલ 2 જગ્યા પર ચોરી એમ મળીને કુલ 12 જગ્યા પર ચોરી કરી હોવાંની કબૂલાત કરવામાં આવી હતી.

જો કે, પોલીએ આરોપીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને એમની પૂછપરછ કરતા સુરતની સાથે જ બીજા રાજ્યમાં પણ ચોરી કરી હોવાની માહિતી પણ તપાસમાં બહાર આવે એવી શક્યતા રહેલી છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચના ACP સરવૈયાએ જણાવતાં કહ્યું હતું કે, આ સુરત ક્રાઇમ બ્રાન્ચે તમિલનાડુમાં આવેલ વેલ્લોર જિલ્લાની વેલ્લોર ગેંગ પકડી પાડી છે.

કુલ 4 લોકો ગત મહિને સુરત આવીને ડીંડોલી વિસ્તારમાં મકાનમાં રહેતા હતા. એમણે શહેરના વિવિધ વિસ્તારમાં ચોરી કરી હતી. એમની પાસેથી કુલ 2.26 લાખ રૂપિયાના સોનાના દાગીના, લેપટોપ, આઇપેડ, મોબાઇલ મળીને કુલ 4.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *