‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કરતાં માસ્કનાં દંડની આવક વધારે -ફક્ત 58 દિવસમાં વસુલ્યા અધધધ… આટલા કરોડ રૂપિયા

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારીથી બચવા માટે મોં પર માસ્ક પહેરવું ફરજિયાત છે. આટલું જ નહીં પણ જો માસ્ક…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારીથી બચવા માટે મોં પર માસ્ક પહેરવું ફરજિયાત છે. આટલું જ નહીં પણ જો માસ્ક ન પહેરો તો કુલ 1,000નો દંડ વસૂલવામાં આવે છે. હાલમાં ગુજરાતમાં આવેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ની આવક કરતા માસ્ક ન પહેરવા બદલ વસૂલવામાં આવતા દંડની આવક વધારે છે.

કોરોનાનાં વ્યાપમાં થતો વધારાને ધ્યાનમાં રાખી અમદાવાદ તથા સુરત, વડોદરા, રાજકોટમાં નાઇટ કર્ફ્યું અમલમાં મુકવામાં આવ્યો છે. શનિવારે રાજ્યમાં આજ સુધીના સૌથી વધુ કેસ કુલ 1,515 નોંધાયા છે. કોરોના નિયંત્રણ માટે માસ્ક ન પહેરનાર તેમજ જાહેરમાં થુંકનાર લોકોની પાસેથી દંડ વસુલવાની કામગીરીમાં આજ સુધીમાં દંડ પેટે કુલ 78 કરોડ રૂપિયા વસુલવામાં આવ્યા છે.

માત્ર 58 દિવસમાં કુલ 26 કરોડની આવક :
છેલ્લા 58 દિવસમાં કુલ 26 કરોડની આ‌વક દંડ પેટે થઇ છે. લગભગ કુલ 26 લાખ વ્યક્તિઓ પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ને માત્ર 1 વર્ષમાં થતી કુલ આવક કરતાં પણ મોં પર માસ્ક પહેર્યા વિના ફરતા લોકોને દંડ કરી સરકારને આ‌વક થઇ છે. 31 ઓક્ટોબર 2018ના રોજ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરવામાં આ‌વ્યું હતું. વર્ષ 2019ની 31 ઓક્ટોબર સુધીમાં કુલ 63.50 કરોડ જેટલી આવક થઇ હતી.

પ્રથમ માત્ર 500 રૂપિયાનો દંડ, ત્યારબાદ હવે કુલ 1,000 રૂપિયાનો દંડ :
મોં પર માસ્ક ન પહેરનાર લોકોની પાસેથી દંડ વસુલવાના મામલે સરકાર દ્વારા ઘણીવાર નિર્ણય બદલવામાં આવ્યા છે. ગુજરાતમાં મોં પર માસ્ક ન પહેરવાનો દંડ પહેલાં માત્ર 500 રૂપિયા હતો પણ તે વધુ લાગતો હોવાથી સરકારે માત્ર 200 રૂપિયા કર્યો હતો.

ત્યારબાદ કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થતાં નિયંત્રણ માટે સરકારે કુલ 500 રૂપિયાનો દંડ વસૂલ કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. ત્યારપછી હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે દંડની રકમ બમણી કરવાનો નિર્ણય કર્યો હતો. ગત 11 ઑગસ્ટથી કુલ 1,000 રૂપિયાનો દંડ વસુલવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *