ધોળા દિવસે કીડીઓએ કરી સોનાની ચેઇનની ચોરી- વિડીયો જોઇને આંખે અંધારા આવી જશે

Ants stole the gold chain: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક આશ્વર્યચકિત કરી દે એવાં વિડીયો સામે આવતા હોય છે ત્યારે આવો જ એક વિડીયો સામે…

Ants stole the gold chain: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક આશ્વર્યચકિત કરી દે એવાં વિડીયો સામે આવતા હોય છે ત્યારે આવો જ એક વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર અજબ ગજબ વીડિયો વાયરલ થતાં હોય છે. કેટલાંક વીડિયો એવા પણ હોય છે કે, જેને જોયા બાદ પોતાની આંખો પર વિશ્વાસ આવતો નથી.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઈ એકબાજુ લોકો આશ્વર્યચકિત થઈ રહ્યા છે તો બીજી બાજુ આપને પ્રેરણા મળશે કે, ખુબ સારી તાકાત એકસાથે મળી જાય તો કોઈપણ અસંભવ કામને સંભવ કરી શકાય છે.

આ વીડિયો IPS અધિકારી દીપાંશુ કાબરા દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. ફક્ત 15 સેકન્ડના આ વીડિયોમાં આપને જોવાં મળે છે કે, કીડીઓ સોનાની ચેઈનને પોતાની સાથે લઈ જઈ રહી છે. આ વીડિયો ટ્વિટ કરીને IPS કાબરા જણાવે છે કે, સૌથી નાના ગોલ્ડ સ્મગલર્સ.

તમે આ વીડિયો અહીં જોઈ શકો છો. IPS કાબરાના ટ્વિટર પર યતેન્દ્ર નાથ ઝાએ પૂછ્યું હતું કે, તમે તેની સામે IPS કલમ અંતર્ગત કેસ નોંધશો. રવિ કુમાર ત્રિપાઠીએ લખ્યું હતું કે, આ નાના ચોર તો મોટા કામના લાગી રહ્યા છે. પોલીસ ઘણીવાર ફૂટેજ જોશે તો પણ સાચા આરોપીને પકડી શકશે નહીં.

આની સાથે જ પુરુષોત્તમ વ્યાસે લખ્યું હતું કે, તમારી નજરોથી તો આ પણ બચી શક્યા નથી. સૌરભે લખ્યું હતું કે, આ એકતાની તાકાતનું ઉત્તમ ઉદાહરણ છે. રિંકુએ લખ્યું હતું કે, પ્રયાસ કરનારની ક્યારેય પણ હાર થતી નથી. રવિકાંતે લખ્યું હતું કે, આટલું તો અંગ્રેજોએ પણ લૂટ્યું હશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *