હાઇવે પર જોવા મળતા માઈલસ્ટોનના રંગ કેમ હોય છે અલગ? જાણો દરેક રંગ આપે છે અલગ-અલગ સંકેત

MILESTONE: જ્યારે તમે ક્યાંય જતા હશો ત્યારે રસ્તા પર થોડા થોડા અંતરે કિલોમીટર લખેલા પથ્થર જોવા મળે છે. કોઈ દૂર સ્થળ પર જવાનું હોય છે ત્યારે આ પથ્થર જોવા મળે છે. પરંતુ તમને કદાચ સવાલ થતો હશે કે આ પથ્થર પર અલગ અલગ રંગમાં શા માટે જોવા મળે છે. દૂરના સ્થળ પર જવાનું હોય ત્યારે તે સ્થળ સુધીનું અંતર જાણવા માટે આ પથ્થર(MILESTONE) મદદ કરે છે. આપણો દેશ 58.98 લાખ કિલોમીટરનું વિસ્તૃત રોડ નેટવર્ક ધરાવે છે. આ રોડ નેટવર્કમાં ગ્રામીણ રસ્તા, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને એક્સપ્રેસવેનો સમાવેશ થાય છે.

નારંગી સ્ટ્રીપ ધરાવતા પથ્થર
નારંગી સ્ટ્રીપ ધરાવતા પથ્થર પરથી જાણવા મળે છે કે તમે ગ્રામીણ વિસ્તારમાં સફર કરી રહ્યા છો. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) અને જવાહર રોજગાર યોજના (JRY) હેઠળ 3.93 લાખ કિમીની ધરાવતા ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સફેદ કલરના માઈલસ્ટોન
ક્યારેક રસ્તાઓ પર નીલા અથવા કાળા અને સફેદ કલરના માઈલસ્ટોન જોવા મળે છે. આવા કલરના માઈલસ્ટોન ડિસ્ટ્રિક્ટ રોડની ઓળખ કરાવે છે.

પીળો અને સફેદ રંગ
વાસ્તવમાં અલગ અલગ રંગની પટ્ટીઓ દર્શાવે છે કે, તમે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે કે ગ્રામીણ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છો. જેમ કે, પીળા અને સફેદ રંગની પટ્ટીઓ દર્શાવે છે કે, તમે કોઈ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છો.

પીળી સ્ટ્રીપ ધરાવતા પથ્થર
પીળી સ્ટ્રીપ ધરાવતા પથ્થર પરથી જાણવા મળે છે કે તમે નેશનલ હાઈવે પર સફર કરી રહ્યા છો. આ રસ્તાઓ શહેર અને રાજ્યોને જોડે છે. વર્ષ 2021ના આંકડા અનુસાર નેશનલ હાઈવે 151,019 કિમીની લંબાઈ કવર કરે છે.

કાળી અથવા બ્લ્યૂ સ્ટ્રીપ ધરાવતા પથ્થર
કાળી અથવા બ્લ્યૂ સ્ટ્રીપ ધરાવતા પથ્થર પરથી જાણવા મળે છે કે તમે શહેર અથવા જિલ્લાના રસ્તાઓ પર સફર કરી રહ્યા છો. હાલમાં ભારતમાં જિલ્લા રસ્તાઓનું 561, 940 કિમીનું નેટવર્ક છે.

લીલી સ્ટ્રીપ ધરાવતા પથ્થર
લીલી સ્ટ્રીપ ધરાવતા પથ્થર પરથી જાણવા મળે છે કે તમે સ્ટેટ હાઈવે પર સફર કરી રહ્યા છો. સ્ટેટ હાઈવે અલગ અલગ રાજ્યોના શહેરોને જોડે છે અને 2016ના આંકડા અનુસાર 176,166 કિમી સુધી ફેલાયેલ છે.

ઝીરો માઈલ સેન્ટર
બ્રિટિશ કાળ દરમ્યાનથી ભારતમાં નાગપુર ઝીરો માઈલ સેન્ટર ધરાવે છે. અન્ય પ્રમુખ શહેરોના ડિસ્ટન્સને માપવા માટે રેફરન્સ પોઈન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શહેરો વચ્ચેનું અંતર
માઇલસ્ટોન પર કિલોમીટર એકમમાં લખવામાં આવેલો આંક સામાન્ય રીતે બે શહેરોની મુખ્ય પોસ્ટઓફિસ અથવા બે ગામનાં ગ્રામ પંચાયત કાર્યાલયો વચ્ચેનું અંતર હોય છે. અથવા તો હાઈવે ઓથોરિટી અને નેશનલ સર્વે બ્યુરો દ્વારા નિર્ધારિત શહેરનાં સેન્ટર પોઇન્ટ કે ઝીરો પોઇન્ટ વચ્ચે માપવામાં આવેલું અંતર હોય છે.