પૃથ્વી બાજુ આવી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા 9 ગણો ઉલ્કાપીંડ- નાસા એ જણાવ્યું ક્યારે પહોચશે

Asteroid coming towards earth: અવારનવાર ઉલ્કાપિંડ પૃથ્વી નજીકથી પસાર થતા હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે. સમગ્ર વિશ્વની સૌથી ઊંચી…

Asteroid coming towards earth: અવારનવાર ઉલ્કાપિંડ પૃથ્વી નજીકથી પસાર થતા હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે. સમગ્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ કરતાં 9 ગણો મોટો એક ઉલ્કાપિંડ(Asteroid coming towards earth) પૃથ્વીની ખૂબ પાસેથી પસાર થવા માટે જઈ રહ્યો છે.

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (NASA)ના જણાવ્યા મુજબ, 21 જાન્યુઆરી નાં રોજ આ ઉલ્કાપિંડ ધરતીની ખૂબ જ પાસેથી પસાર થશે. આની સાથે જ એજન્સી દ્વારા એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ ઉલ્કાપિંડથી પૃથ્વીને કોઈ જ જોખમ નથી. એમ છતાં NASAએ એને સંભવિત જોખમવાળો ઉલ્કાપિંડ તરીકે પણ ગણાવ્યો છે. આ ઉલ્કાપિંડની શોધ વર્ષ 2001માં કરવામાં આવી હતી. આ ઉલ્ડાપિંડ પૃથ્વીથી અંદાજે 12 લાખ કિમી દૂરથી પસાર થશે.

21 જાન્યુઆરીના રોજ એ પૃથ્વીની સૌથી નજીક હશે :
આ ઉલ્કાપિંડ અંદાજે 0.8થી 1.7 કિમીનો વ્યાસ ધરાવે છે. જે પૃથ્વીથી અંદાજે 12 લાખ કિમી અંતરથી પસાર થશે. અલબત્ત, અવકાશી દૃષ્ટિકોણથી જોઈએ તો આ અંતર ખુબ નજીક માનવામાં આવે છે. આ અંતર ચંદ્ર તથા પૃથ્વી વચ્ચે રહેલા અંતર કરતાં 5 ગણું છે.

જે પ્રતિ કલાક 1,24,000 કિમી ઝડપથી પસાર થશે. NASAના મત પ્રમાણે 500 મીટરથી વધું કદ ધરાવતા તથા પૃથ્વીથી 75 લાખ કિમીથી ઓછા અંતરથી પસાર થતા એસ્ટેરોયડ આપણી પૃથ્વી પર જીવન માટે જોખમની શક્યતા ધરાવે છે.

અપર્ચર દૂરબીનથી જોઈ શકાશે :
આ ઉલ્કાપિંડને 8 ઈંચના અપર્ચર ક્ષમતાવાળા દૂરબીનથી જોઈ શકાશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, એ દક્ષિણ ક્ષિતિજ પર સૂર્યાસ્ત પછી દેખાશે. સૂર્યની પરિક્રમા કરતાં આવા પ્રકારના ઉલ્કાપિંડ સામાન્ય રીતે આપણા સૌરમંડળમાં મંગળ તથા બુધ ગૃહની વચ્ચે જોવા મળતા હોય છે. કેટલાક એસ્ટેરોયડ પૃથ્વી તથા ચંદ્ર વચ્ચેથી પણ નીકળી જતા હોય છે.

આગામી 100 વર્ષ સુધી પૃથ્વીને કોઈ જ જોખમ નથી :
વૈજ્ઞાનિકોના સંશોધન પ્રમાણે ઉલ્કાપિંડને કારણે ઓછામાં ઓછાં 100 વર્ષ સુધી પૃથ્વીને કોઈ જ જોખમ રહેલું નથી. વર્ષ 2185માં એસ્ટેરોયડ 4,10,777 પૃથ્વી માટે જોખમ બની શકે છે, જો કે એની શક્યતા પણ 714 પૈકી એક છે. છેલ્લા 6.6 કરોડમાં એવો કોઈપણ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાયો નથી કે, જે માનવજીવન માટે મુશ્કેલીનું સર્જન કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *