પાટીદાર કેન્દ્રીય મંત્રી 2019 પહેલા છોડી શકે છે ભાજપનો સાથ… જાણો હકીકત

Published on: 6:29 am, Thu, 27 December 18

હાલમાં 2019ની લોકસભા સામાન્ય ચૂંટણી ને લઈને NDA ના સાથી પક્ષો અવારનવાર નારાજ થતા જાય છે. ભાજપે નાના પક્ષોનું આદર કરવો જોઇએ, એવું એનડીએના સાથી પક્ષ અપના દલના નેતા એ કહ્યા પછી પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી એવા અનુપ્રિયા પટેલે ગઈકાલે યોગી આદીત્યનાથ દ્વારા દેવરિયામાં આયોજીત કાર્યક્રમમો બહિષ્કાર કર્યો હતો.જો કે કાર્યક્રમના સ્થળે પટેલના ફોટા અને બેનર મૂકવામાં આવ્યા હતા. અપના દલના નેતાઓએ દાવો કર્યો હતો કે અનુપ્રિયાને વિધિવત આમંત્રણ નહીં આપતા તેમણે કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.

anupriya patel witH narendra modi trishul news

સિધ્ધાર્થ નગર ખાતે ૨૫ ડિસેમ્બરે અને દેવરિયામાં આયોજીત એક કાર્યક્રમમાં અનુપ્રિયા પટેલને આમંત્રણ અપાયું નહતું. એટલા માટે તેમણે દેવરિયાના કાર્યક્રમમાં હાજરી આપી  નહતી’એમ અપના દલના નેતા અનુરાગ પટેલે કહ્યું હતું. તો ગોરખપુરના એક અન્ય નેતાએ કહ્યું હતું કે ભાજપ તેના સાથી પક્ષોની અવગણના કરે છે.

‘એનડીએના સાથી પક્ષના નેતા ઉપરાંત અનુપ્રિયા પટેલ કેન્દ્રમાં મંત્રી પણ છે. ઉત્તર પ્રદેશની સરકારે તેમને આમંત્રણ આપવું જોઇતું હતું’ એમ તેમણે કહ્યું હતું. અપના દલના રાષ્ટ્રીય અધ્યક્ષ આશિષ પટેલે કહ્યું હતું કે ભાજપે નાના પક્ષોને માન આપવા શીખવું જોઇએ. તેના થોડા દિવસો પછી જ  અનુપ્રિયા સાથે આવુ બન્યું. અનુપ્રિયા પટેલ આશિષની પત્ની અને મોદી સરકારમાં જુનિયર પ્રધાન છે. છતાં તેમની સાથે આવું વર્તન કરાતા તેઓ નારાજ થયા હતા.

apna dal president ashish patel trishul news

અત્રે ઉલ્લેખનીય છે કે એક પછી એક અલગ અલગ પક્ષો NDA નો સાથ છોડી રહ્યા છે ત્યારે હવે અપના દળના નેતાઓએ પણ વિરોધનો સુર વ્યક્ત કર્યો છે જે પરથી તેઓ ભવિષ્યમાં ભાજપના ગઠબંધન સાથે હશે કે નહીં તે જોવું રહ્યું.