સુરત(ગુજરાત): ગ્રીષ્મા હત્યાકાંડમાં સુરત(Surat)ના પાસોદરા(Pasodra)માં જાહેરમાં ગ્રીષ્મા(grishma)નું ગળું દબાવી હત્યા કરવા બદલ કોર્ટ દ્વારા ફેનિલ(fenil)ને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ દ્વારા હત્યાની ઘટનાને રેરેસ્ટ ઓફ ધી રેર(rarest of the rare) ગણાવી હત્યારા ફેનીલને સજા ફટકારવામાં આવી હતી. મનુસ્મૃતિના શ્લોકો સાથે ન્યાયાધીશ વિમલ કે. વ્યાસે(Vimal K. Vyas) તેને રેર કેસ ગણાવ્યો અને આરોપીને ફાંસીની સજા ફટકારી. જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા સજા યથાવત રાખવા માટે હાઈકોર્ટ(High Court)માં અરજી કરવામાં આવી છે.
હત્યારા ફેનિલને ફાંસી આપવા માટે પોલીસ કે ન્યાયતંત્રએ કોઈ કસર રાખી નહોતી. હત્યારા ફેનિલને ફાંસીની સજાની પુષ્ટિ કરવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ફાંસીની સજા પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
ગ્રીષ્માની નિર્દયતાથી હત્યા કરનારા ફેનિલને હવે કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી હોવાથી લાજપોર જેલમાં તે પાક્કા કામનો કેદી બની ગયો છે. કેદી તરીકે દરેકને જેલ દ્વારા નંબર આપવામાં આવે છે. તે મુજબ, ફેનિલને એક નંબર પણ આપવામાં આવ્યો છે, જેના કારણે ફેનિલ ગોયાણી હવે 2231થી ઓળખાશે. જ્યાં સુધી ફેનિલને ફાંસી ન અપાય ત્યાં સુધી તેને લાજપોર જેલમાં રાખવામાં આવશે.
12 ફેબ્રુઆરીના રોજ સુરતમાં કામરેજના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.