સરકારી નોકરી મેળવવા માટે તલપાપડ થઈ રહ્યા છો? તો મહીને 2 લાખ પગારની નોકરીની આ તક ચૂકશો નહી- આ રીતે કરો આવેદન

GUVNL Recruitment 2023: શું તમે પણ સરકારી નોકરી મેળવવાનું ઈચ્છી રહ્યા છે. તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા શાનદાર ભરતી બહાર પાડવામાં આવી છે. એટલે કે GUVNL માં સલાહકારના પદ માટે યોગ્ય ઉમેદવારોની ભરતી કરવામા આવનાર છે. કંપનીએ આ સંબંધમાં એક સૂચના જાહેર કરવામાં આવી છે. જો તમે યોગ્યતા ધરાવો છો તો અને જવા ઈચ્છો છો તો તમે GUVNL દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનાનો અમલ કરવામાં આવશે. આ પદ માટે ઓનલાઈન અને ઓફલાઈન અરજી પણ કરી શકો છો.

GUVNL ભરતી 2023 માટે જાણો કઈ લાયકાતની જરૂર છે?
મહત્વનું છે કે, ઉમેદવાર જે GUVNL ભરતી 2023 મા અરજી કરવામાં રસ ધરાવે છે, તેઓએ GUVNL ની આ માહિતી પર એક નજર કરવા જેવી છે. GUVNL ભરતી 2023 માટે અરજી કરનારા ઉમેદવારોને B.Tech/B.E.ની લાયકાતની જરૂર છે.

ઉમેદવારનો પગાર…
પસંદગી પામનાર ઉમેદવારને 2 લાખ પ્રતિ મહિના પગાર મળવા પાત્ર થશે. પગાર સંબંધિત વધુ માહિતી GUVNL વેબસાઈટ પર ઉપબલ્ધ છે.

જાણો શું રહેશે નોકરીનું સ્થળ઼?
જો વાત કરવામાં આવે તો GUVNL વડોદરામાં સંબિધિત જગ્યાઓ ભરવા માટે ઉમેદવારની ભરતી કરવામા આવનાર છે. જે વ્યક્તિ વડોદરા શિફ્ટ થવા તૈયાર હોય તે જ ઉમેદવારે ફોર્મ ભરવાનું રહેશે.

કેવી રીતે કરશો અરજી?
ઉમેદવારોને સૂચના છે કે, GUVNL ભરતી 2023 માં અરજી કરતા અગાઉ જરૂરી સૂચનોને વાંચી લેવા. યોગ્ય ઉમેદવાર 02/05/2023 અગાઉ આવેદન કરી શકે છે. GUVNL ભરતી 2023 માટે આવેદન કરવાની પ્રોસેસ નીચે આપવામા આવી છે.

જાણો શું છે પ્રોસેસ?
GUVNL ની અધિકારિક વેબસાઈટ guvnl.com પર જાઓ. GUVNL ભરતી 2023 કેટેગરીમાં જાઓ. આ કેટેગરીમાં વિવરણ વાંચો અને આગળ વધો. અરજીનો પ્રકાર તપાસ કરો અને guvnl ભરતી 2023 માટે અરજી કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *