ગુજરાત(gujarat): ગુજરાતના પોલીસ વિભાગમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નવા ઈન્ચાર્જ DGP વિકાસ સહાય(DGP VIKAS SAHAY)ને જ પૂર્ણકાલીન DGP બનાવવામાં આવ્યા છે. જેઓ 1989 બેચના IPS અધિકારી પણ રહી ચુક્યા છે. આશિષ ભાટિયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાય કાયમી DGP બન્યા છે. આશિષ ભાટિયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાય કાયમી DGP બન્યા છે. આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, DGPના હોદ્દા પર આશિષ ભાટિયાના અનુગામીની નિમણૂક માટે અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરનાં નામોની પણ ચર્ચા થઈ હતી. જેમાં આખરે વિકાસ સહાયના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે, તેઓને રાજ્યના પૂર્ણકાલીન પોલીસવડા બનાવાયા છે. આશિષ ભાટિયા નિવૃત થતાં તેમના સ્થાને વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલીસ વડાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
વિકાસ સહાયના નામ પર લાગી મહોર
આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ પદ પર ક્યાં અધિકારીને મુકવામાં આવશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ગુજરાતના નવા ડીજીપી તરીકેનો પદભાર કોને મળશે તે માટે વિવિધ ચર્ચાઓ ચાલી હતી. આ રેસમાં સૌથી આગળ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયનું ચાલી રહ્યું હતું. જે બાદ UPSCની મળેલી બેઠકમાં વિકાસ સહાયના નામ પર મહોર મારવામાં આવી હતી. વિકાસ સહાયને રાજ્યના ઈન્ચાર્જ DGP બનાવવામાં આવ્યા હતા.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ વિજય રૂપાણીની સરકાર વખતે પેપરલીકને કારણે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સાઈડલાઈન થઈ ગયા હતા. હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિકાસ સહાય ફરી સાઈડમાંથી મેઈન જગ્યા ઉપર આવ્યા છે. જોકે, પહેલાં ઈન્ચાર્જ અને હવે પૂર્ણકાલીન DGP તરીકે જવાબદારી સંભાળશે.
જાણો કોણ છે વિકાસ સહાય?
વિકાસ સહાય 1989 બેન્ચના IPS છે. તેમજ 1999માં તેઓ આણંદમાં SP હતા. વિકાસ સહાયે 2005માં અમદાવાદ શહેર, 2007માં સુરત શહેરના એડિશનલ સીપી રેન્જ I, 2008માં જોઈન્ટ સીપી રેન્જ I સુરત શહેર, 2009માં આઈજી સિક્યુરિટી અને 2010માં આઈજી સીઆઈડી અને ઈન્ટેલિજન્સ બ્યુરો.માં કામ કર્યું હતું. તેમની કારકિર્દીમાં સૌથી મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી “રક્ષાશક્તિ યુનિવર્સિટી”ની સ્થાપના માટે કરવામાં આવી. જે ગુજરાત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે. હાલ રાજ્યના ઇન્ચાર્જ DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.