અટલ પેન્શન યોજના: કોઈ વ્યક્તિ કેટલું કમાય છે મહત્વ તે નથી, પરંતુ તે ભવિષ્ય માટે કેટલી બચત કરે છે તે મહત્વનું છે. જો તમે કામ કરતા જ ગયા અને ખર્ચ થતો રહે તો એક ઉંમર પછી તમારે બીજા પર નિર્ભર રહેવું પડશે. જો તમે ઈચ્છો છો કે વૃદ્ધાવસ્થામાં તમારે કોઈપણ ખર્ચ માટે બીજા તરફ જોવું ન પડે, તો હવે બચત કરવાનું શરૂ કરો. જો તમારી ઉંમર 18 થી 40 વર્ષની છે તો દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવવાથી તમે 60 વર્ષ પછી 5 હજાર રૂપિયા માસિક પેન્શન મેળવી શકો છો.
210 રૂપિયા જમા કરાવવા માટે તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ, જેમ જેમ ઉંમર વધશે તેમ તેમ રકમ પણ વધશે. જો પતિ-પત્ની બંને તેમાં રોકાણ કરે છે, તો 60 વર્ષ પછી તેમને ડબલ એટલે કે દર મહિને 10 હજાર રૂપિયા મળશે. આ યોજનાનું નામ અટલ પેન્શન યોજના છે. જો તમારું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું છે, તો તમે તેમાં રોકાણ કરી શકો છો.
60 વર્ષ પછી શરૂ થાય છે પેન્શન
અટલ પેન્શન યોજના વર્ષ 2015 માં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે 18 થી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક તેમાં રોકાણ કરી શકે છે. 60 વર્ષ સુધી રૂપિયા જમા કરાવ્યા પછી 61મા વર્ષના પહેલા મહિનાથી પેન્શન શરૂ થાય છે.
ઉંમર પર આધાર રાખે છે આ યોજના
અટલ પેન્શન યોજના (APY) માં રોકાણ તમારી ઉંમર પર આધારિત છે. આમાં 1 હજારથી લઈને વધુમાં વધુ 5000 હજાર રૂપિયા સુધીનું પેન્શન મળે છે. જો તમે આમાં રોકાણ કરવા માંગો છો, તો તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આપવો પડશે.
જેટલું વહેલું રોકાણ, તેટલો વધુ ફાયદો
તમે આ સ્કીમમાં જેટલું વહેલું રોકાણ કરશો, તેટલા વધુ ફાયદા તમને મળશે. જો કોઈ યુવક 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરે છે, તો તેને 60 વર્ષ પછી 5000 રૂપિયા મળવાનું શરૂ થશે. આ માટે તેણે દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવવા પડશે. આ પછી જેમ જેમ ઉંમર વધશે તેમ તેમ પૈસા જમા કરાવવા પડશે.
પતિ-પત્ની લઈ શકે છે ડબલ લાભ
જો પતિ-પત્ની આ સ્કીમ (APY)માં અલગ-અલગ રોકાણ કરે છે, તો 60 વર્ષ પછી તેમને ડબલ એટલે કે 10 હજાર રૂપિયા (બંને 5-5 હજાર) પેન્શન મળી શકે છે. આમાં પતિ-પત્નીની ઉંમર 39 વર્ષથી ઓછી હોવી જોઈએ. જો પતિ-પત્નીની ઉંમર 30 વર્ષથી ઓછી હોય તો દર મહિને 577 રૂપિયા અને 35 વર્ષ હોય તો દર મહિને 902 રૂપિયા જમા કરાવવાના રહેશે.
કોઈ એક વ્યક્તિના મૃત્યુ પર મળશે મોટી રકમ
જો અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનાર જીવનસાથીમાંથી કોઈ એકનું મૃત્યુ થાય છે, તો જીવિત જીવનસાથીને 8.50 લાખ રૂપિયા મળશે. આ સિવાય 60 વર્ષ પછી પૂરી ઉંમર સુધી પેન્શન મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.