રાજ્યમાંથી અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે જેને કારણે અનેક લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ઘણીવાર તો અકસ્માત એટલાં ભયંકર હોય છે કે, વાહનોનો કચ્ચર ઘાણ નીકળી જતો હોય છે.
હાલમાં સામે આવી રહેલ માર્ગ અકસ્માતની ઘટનામાં એક કન્ટેનર અચાનક પલટી મારી ગયું હતું. અકસ્માતમાં એક રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો તથા એક કારને ખુબ નુકસાન થયું હતું. આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવી રહ્યાં છે.
સામે આવી રહેલ CCTV ફૂટેજને જોઈ ભલભલા ધ્રુજી જશે. અકસ્માતની આ ઘટનામાં કન્ટેનર ટ્રકથી અલગ થઈને એક રીક્ષા પર પડ્યું હતું. ત્યારબાદ રીક્ષાચાલક અંદર જ ફસાયેલો રહ્યો હતો. મળી રહેલ જાણકારી મુજબ મોડાસા-શામળાજી રોડ પર અકસ્માત સર્જાયો હતો.
અહીં એક કન્ટેનર અચાનક રસ્તા પર પલટી મારી જતાં કન્ટેનટર ટ્રકથી અલગ પડી ગયું હતું તેમજ અંદર ભરેલા પેપર રોલ રસ્તા પર વિખરાઈ ગયાં હતા. અમુક રોલ ગગડીને આગળ નીકળી ગયા હતા. આ દરમિયાન અહીં પાર્ક કરવામાં આવેલ કારને પણ ખુબ નુકસાન થયું હતું.
ટ્રક મોડાસાથી શામળાજી બાજુ જઈ રહ્યો હતો. વહેલી સવારમાં સર્જાયેલ અકસ્માતની ઘટનામાં ટ્રક રસ્તા પર જ પલટી જાય છે. આ દરમિયાન એક રીક્ષા સામેથી આવી રહેલ રીક્ષા ચાલકને સામેથી બેકાબૂ થઈને આવી રહેલા ટ્રકની જાણ થતાં બ્રેક મારી દે છે.
આ દરમિયાન ટ્રક ડિવાઇડર કૂદીને બીજા તરફ જતો રહે છે. આની પાછળ રહેલ કન્ટેનર રોડ પર પટકાઈ જાય છે. જે રોડ પર પડ્યા પછી ઢસડાતું આગળ વધે છે. આ દરમિયાન ટ્રક રીક્ષાને ઢસડીને આગળ લઈ જાય છે તથા કારને પણ અડફેટે લઈ લે છે.
ત્યારબાદ ચાલક રીક્ષામાં જ ફસાઈ ગયો હતો. રોડ પર રીક્ષાની સિવાય કોઈ વાહન ન હોવાને કારણે અકસ્માત વખતે મોટી જાનહાની ટળી હતી. જો કે, રીક્ષા ચાલક કલાકો સુધી રીક્ષામાં જ ફસાયેલો રહ્યો હતો. ચાલક કલાકો સુધી આ રીતે ફસાયેલો જ રહેતાં ભારે જહેમત પછી તેને બહાર કાઢવામાં આવ્યો હતો. મોડાસા પોલીસ દ્વારા આ મામલે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle