શું તમે પણ MacDonald અને બર્ગર કિંગ માં જંક ફૂડ ખાવાના શોખિન છો? તો થઈ શકે છે મોટું નુકસાન

બર્ગર, પિઝા અને નૂડલ્સ સહિત અન્ય ફાસ્ટ ફૂડના સ્વાદ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ ના એક અધ્યયન મુજબ…

બર્ગર, પિઝા અને નૂડલ્સ સહિત અન્ય ફાસ્ટ ફૂડના સ્વાદ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ ના એક અધ્યયન મુજબ આ વાત સામે આવી છે. રિપોર્ટ મુજબ બજારમાં ઉપલબ્ધ દરેક મોટી નામચીન કંપનીના જંક ફૂડમાં નમક અને વસા ની માત્રા જરૂર કરતા અત્યંત ગંભીર સ્તરે વધુ હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. સુનિતા નારાયણે મંગળવારે જાહેર કરેલ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ભારતમાં ઉપલબ્ધ દરેક પેકેજ્ડ ફૂડ્સની ગુણવત્તા વિશ્વમાં સૌથી ખરાબ છે.

નારાયણે જણાવ્યું કે એફએસએસઆઇ એ દરેક ફાસ્ટ ફૂડ કંપની ને તેમના ઉત્પાદનમાં વપરાતા પદાર્થો પેકેટ પર દર્શાવવા માટે ના નિર્દેશો જુલાઈ મહિનામાં જ આપ્યા હતા. પરંતુ સરકારે હજુ સુધી આ નિર્દેશોનું પાલન કરાવવા પર કોઈપણ પ્રકારનું ધ્યાન આપ્યું નથી. આ શોધમાં ચિપ્સ, નુડલ્સ, પીઝા, બર્ગર અને નમકીન જેવા 33 મોટી કંપનીના ઉત્પાદકોને પ્રયોગશાળામાં તપાસવામાં આવ્યા અને જાણવા મળ્યું કે આમાં નમક અને વસાની માત્રા ખૂબ જ ખતરનાક છે. આ 33 કંપની માંથી એક પણ કંપની ના ખાદ્ય પદાર્થ આ ટેસ્ટ પાસ કરી ન શક્યા.

નારાયણે કહ્યું કે વર્ષ 2013માં આ વિષય પર ફાસ્ટ ફૂડ કંપનીઓ ના નિર્દેશો માટે fssi ના વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવામાં આવી હતી. છેલ્લા સાત વર્ષોમાં આ વિતરણ સમિતિઓ બની ચૂકી છે પરંતુ હજુ સુધી નિર્દેશોનું પાલન થયું નથી. નારાયણે કહ્યું કે,” નમક, વસા અને શર્કરા સહિતના અન્ય તત્વોની માત્રા નિર્ધારિત માત્રા અનુસાર રાખવામાં આવે તો સ્વાદ માં ફરક પડે છે, જેથી આ કંપનીઓ સ્વાદ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવા ઇચ્છતી નથી. એવામાં સરકાર દુનિયાની આવી મોટી મોટી નામચીન કંપનીઓ પાસે એફએસએસઆઇના નિયમોનું પાલન કરાવાથી બચે છે.”

તેમણે કહ્યું કે જંક ફૂડમાં નમક, શર્કરા અને વર્ષા સહિત અન્ય તત્વો નિર્ધારિત માત્રા કરતાં વધુ ઉપયોગ થયો હોય તો તેનો ઉલ્લેખ પેકેટ પર કરવાનો કાયદો તાત્કાલિક લાગુ કરવો જોઈએ. તેમનું કહેવું છે કે જન સ્વાસ્થ્ય પર કંપનીનું હિત ભારે પડવું જોઈએ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *