જો તમે ફેસબુક વાપરી રહ્યા છો? જો તમારો જવાબ છે હા, તો આ સમાચાર તમારા માટે છે. સમગ્ર દેશની તો નહિ ફક્ત જો અમદાવાદ શહેરની વાત કરીએ ઓ છેલ્લા એક મહિનાથી અમદાવાદ શહેરમાં વસવાટ કરતા લોકોની ફેસબુક આઈડી(એકાઉન્ટ) હેક થઇ રહી છે. માસ્ટર માઈન્ડ હેકરો દ્વારા લોકોની આઈડી હેક કરીને ત્યારબાદ તેમને જ તેમના નામના આઈડીથી બીજા અન્ય લોકોને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. જે મેસેજમાં મોટા પ્રમાણમાં રૂપિયાની માંગણી કરવામાં આવે છે. આ મેસેજને વાચ્યા પછી ઘણા લોકો આ છેતરપીંડીના ભોગ બન્યા હતા. આ લોકોને પાછળથી ભાન થયું કે તેમની સાથે છેતરપીંડી થઇ છે અને પછી તેમની પાસે પછતાવવા સિવાય અન્ય કોઈ ઉપાય નહોતો.
અમદાવાદ શહેરમાં અનેક નામાંકિત લોકોની ફેસબુક આઈડી હેક થઇ હતી. જેમાં અમદાવાદ શહેરના સેશન્સ કોર્ટમાં પ્રેક્ટીસ કરી રહેલા સરકારી વકીલ વિજય સિંહ ચાવડા અને પ્રાઈવેટ ન્યુઝ ચેનલમાં કામ કરી રહેલા કેમેરામેન તરીકે કામ કરી રહેલા યોગેશ પટેલ તથા પ્રાઈવેટ ન્યુઝ પેપરના તંત્રી સદ્દામ સૈયદ તેમજ અન્ય એક વ્યક્તિની ફેસબુક આઈડી પણ હેકરો દ્વારા હેક કરવામાં આવી હતી. આ તમામ પ્રકારની આઈડી પરથી અન્ય લોકોની પાસેથી રૂપિયાની માંગણી કરતો મેસેજ મોકલવામાં આવેલ હતો. જે મેસેજમાં લખ્યું હતું કે, મારે થોડા રૂપિયાની જરૂર છે મને મોકલી આપો હું તમને થોડા સમયમાં પરત કરી દઈશ તે પ્રકારના મેસેજ અનેક લોકોને મોકલવામાં આવ્યા હતા.
ઘણા લોકો આ હેકરો દ્વારા મોકલવામાં આવેલ મેસેજને વાચ્યા બાદ તેમણે મૂળ વ્યક્તિને ફોન કરીને આ અંગેની જાણ કરી હતી. જે બાબતે મૂળ માલિકે રૂપિયા મોકલવાની ના કહી હતી અને સાથે આવા લોકોથી દુર રહેવાની અપીલ પણ કરી હતી. માત્ર એટલું જ નહિ પરંતુ મૂળ વ્યક્તિએ આ મામલે પોલીસને લેખિતમાં પણ જાણકારી આપી હતી.
તમને વધુમાં જણાવી દઈએ કે, આ છેતરપીંડી ષડ્યંત્રને કારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ છેતરપીંડીના શિકાર બની ગયા છે. પોલીસ ઇન્સ્પેકટર એફ.એમ નાયબ અને એક ઉચ્ચ અધિકારીની પણ ફેસબુક આઈડી પણ હેકર દ્વારા હેક કરવામાં આવી હતી. જે અંગે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
એટલું જ નહિ પરંતુ જો તાજેતરની જ વાત કરવામાં આવે તો બોલીવુડના અભિનેતા રણવીર સિંહના નામથી ફેક આઈડી બનાવીને કોઈ લોકો સાથે છેતરપીંડી કરે તે પહેલા જ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં પોલીસ ફરિયાદ દાખલ થતા ગણતરીની મીનીટોમાં જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ પણ આ અંગે ખુબ જ સક્રિય બની છે અને આ છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવામાં આવે તે માટે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે, આ પ્રકરની કોઈ ઘટના બને તો તેને મજાક લેશો નહિ કે સામાન્ય ગણશો નહિ, પરંતુ તે અંગે પોલીસનો સંપર્ક કરવો જેને કારણે ઝડપથી આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે.
છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની છેતરપીંડી ફેસબુકના માધ્યમ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ હાલમાં ઘણા લોકોની આઈડી હેક થઇ રહી છે. જેનો મિસયુઝ પણ કરવામાં આવી રહ્યો છે. પોલીસે આપેલ જાણકારી અનુસાર, સૌ લોકોને અપીલ કરવામાં આવી છે કે ફેસબુક પર મોકલવામાં આવતા મેસેજ અને મિત્રોની રીક્વેસ્ટ આવે છે તો સાવધાન રહેવું જોઈએ. જો ફેસબુકના માધ્યમથી કોઈ વ્યક્તિ તમારી પાસેથી પૈસાની માંગણી કરે તો તેને અવગણો અને જો તમને એવું લાગે કે, મારી સાથે કઈક ખોટું કે ખરાબ થઇ રહ્યું છે તો, તાત્કાલિક જ સાયબર પોલીસનો સંપર્ક કરવામાં આવે અને ઘટના અંગે પોલીસને જણાવવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.