શું તમે ચીનથી આવેલા આ લસણ તો નથી ખાતા ને? નહીતર આવી જશો કોરોનાની જપેટમાં. જાણો વિગતે

શું તમે ઘરે ક્યાંક ચીનથી ઈમ્પોર્ટ કરેલું લસણ તો નથી ખાઈ રહ્યાં ને? વાણિજ્ય મંત્રાલયે પાંચ વર્ષ પહેલા જ ચીનથી લસણના ખરીદ વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ કોલકાતામાં હાલમાં જ ચીની લસણ મળી આવતા ખળભળાટ મચ્યો છે. એક્ષ્પર્ટનું કહેવું છે કે ચીનથી આવતા લસણનો બહારનો ભાગ દેખાવમાં તો સફેદ હોય છે પરંતુ અંદરના બીજનો ભાગ ગુલાબી કે થોડો કાળા રંગનો હોય છે. સાથે સાથે જ તેનો આકાર મોટો હોય છે.

હાલ ચીનમાં કોરોના વાઈરસના કારણે હજારો લોકોના મોતથી ડરનો માહોલ છે. જો ચાઈના લસણની વાત કરીએ તો તેને ક્લોરિન વડે બ્લિચ કરવામાં આવે છે. જેથી કરીને તેનો ઉપરનો ભાગ એકદમ સફેદ દેખાય. આ ઉપરાંત તેમાં જંતુ નાશક દવાનો પણ ઉપયોગ થાય છે. જાણકારોએ એમ પણ જણાવ્યું કે ચીની લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઝેરીલુ હોય છે. લાંબા સમયથી સુધી જો તેનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધિત બીમારી થાય છે.

પશ્ચિમ બંગાળ ટાસ્ક ફોર્સના સભ્ય કમલ ડે જણાવે છે કે જ્યારથી ચીની લસણની ખરીદી બંધ કરવામાં આવી છે. ત્યારથી એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ અને ટાસ્ક ફોર્સ ટીમો તમામ બજારો અને દુકાનોમાં જઈને તપાસ કરે છે જેથી કરીને તે જનતા સુધી ન પહોંચે. તેમણે એમ પણ કહ્યું કે આ ચીની લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઘરે ઘરે આ માહિતી પહોંચાડવા માટે મીડિયા અને અખબાર દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યાં છે.

જાધવપુર યુનિવર્સિટી ફૂડ ટેક્નોલોજી એન્ડ બાયો કેમિકલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડોક્ટર પ્રશાંતકુમાર વિશ્વાસનું માનીએ તો લસણ એક દવા તરીકે કામ કરે છે. તેમાં ભરપૂર માત્રામાં એલ્લીસન હોય છે. તે બ્લડ પ્રેશર રોકવામાં મદદરૂપ છે. પરંતુ ચીનથી આવતા લસણમાં લાંબો સમય સુધી સ્ટોર કરવાના કારણે એલ્લીસિન રહેતુ નથી. તેમાં ફંગસ જલદી લાગે છે. અનેકવાર એમ પણ જોવા મળ્યું છે કે તેને તાજુ રાખવા માટે ભારે પ્રમાણમાં કાસીનજનનો ઉપયોગ થાય છે.

કોલકાતાના ઘણા બજારોમાં આ લસણ વેચાતુ હોવાની વાત સામે આવી છે. ભારત દેશ લસણના ઉત્પાદનમાં બીજા નંબરે છે. આથી આપણે આયાત કરવાની જરાય જરૂર નથી. કાળા બજાર દ્વારા બાંગ્લાદેશ અને મ્યાંમારથી બંગાળમાં આવ્યું છે અને લગભગ 400 ગુણો કસ્ટમ ડિપાર્ટમેન્ટે પકડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *