શું તમે ઇલેક્ટ્રિક સાઇકલ ખરીદવાનો કરી રહા છો વિચાર? તો જરૂરથી વાંચો આ અહેવાલ

પેટ્રોલ ડીઝલ ના સતત વધતા ભવન કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં,ઇલેક્ટ્રિક બાઇક અને સાયકલ ટ્રેન્ડમાં આવી છે. દર વર્ષે ઘણી કંપનીઓ નવી ઇલેક્ટ્રિક સાઇકલ પણ લોન્ચ કરી રહી છે. વિદેશી લોકોની જેમ હવે ભારતીય લોકો પણ આવી વસ્તુઓને ખરીદવાની ખૂબ પસંદ કરે છે.ભારતીય લોકો ફિટનેસ માટે ઇલેક્ટ્રિક સાઇકલને ખૂબ પસંદ કરે છે, કારણ કે તેઓ તેને પાર્ક અથવા બગીચામાં સરળતાથી ચલાવી શકે છે.જો તમે પણ ઈલેક્ટ્રિક સાઈકલ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતો પર ધ્યાન આપવુ જરૂરી છે.

ઇલેક્ટ્રિક સાઇકલ માટે ચાર્જિંગ પોઇન્ટ
જ્યારે પણ તમે ઇલેક્ટ્રિક સાયકલ ખરીદોખરીદવાનું વિચારી રહા છો, ત્યારે તમારે બેટરી તેમજ ચાર્જિંગ પોઇન્ટ પર ધ્યાન આપવાની જરૂર છે. કેટલીક વખત ચાર્જિંગની સમસ્યાને કારણે સાઇકલની બેટરી યોગ્ય રીતે ચાર્જ થતી નથી. ઘણી વખત ઇલેક્ટ્રિક સાઇકલ ચાર્જ કરવા માટે ઘરમાં અલગ પ્લગ પણ બનાવવો પડે છે.

સાઇકલ ની બેટરીલાઈફ
ઇલેક્ટ્રિક સાયકલ ખરીદતા પહેલા સૌથી મહત્વની બાબત સાઇકલ ની બેટરી લાઇફ છે. કારણ કે, જો બેટરીની લાઈફ યોગ્ય ન હોય તો એકથી બે દિવસ પછી સાઈકલની બેટરી ઉતરી જાય છે.ઉપરાંત,જો સાઇકલને લિથિયમ-આયન બેટરી પેક લગાવવામાં આવે તો બેટરીની લાઇફ અમુક અંશે સુધારી શકાય છે. તે અન્ય બેટરીઓ કરતા વધુ સમય સુધી ટકી શકે છે.

સાઇકલ નો જાળવણી ખર્ચ
માત્ર સાઈકલ ખરીદવાની સાથે સાથે તેની જાળવણી ખર્ચ પર ધ્યાન આપવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જો ઇલેક્ટ્રિક સાયકલ ડેમેજ થાય, તો તેના ભાગો સરળતાથી મળી જશે કે નહીં. કેટલીકવાર મેઇન્ટેનન્સ પાછળ પણ વધુ પૈસા ખર્ચવાનો ડર રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *