૧૦૦ રૂપિયાના સફરજન મંગાવ્યા અને અંદરથી નીકળ્યો મોંઘોદાટ આઈફોન- જાણો કેવી રીતે થયો આ ચમત્કાર?

વિશ્વમાં ઘણી અજીબોગરીબ ઘટના બનતી હોય છે. ઘણી વાર આપણી સાથે કંઈક એવી ઘટના બને છે, જેના પર આપણે ખુદ વુશ્વાસ કરી શકતા નથી. તો…

વિશ્વમાં ઘણી અજીબોગરીબ ઘટના બનતી હોય છે. ઘણી વાર આપણી સાથે કંઈક એવી ઘટના બને છે, જેના પર આપણે ખુદ વુશ્વાસ કરી શકતા નથી. તો પછી એ ઘટના પર દુનિયા કેવી રીતે વિશ્વાસ કરી શકે. આજકાલ મોટાભાગના લોકો ઓનલાઈન શોપિંગ કરતા હોય છે. આ દરમિયાન એવા ઘણા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે જેમાં ઓનલાઈન કંઇક મંગાવ્યું હોય અને તેની જગ્યાએ પત્થર આવ્યા હોય.

ઘણી વાર તો એવું પણ સાંભળવા મળ્યું છે કે, આઈફોનના બદલામાં સફરજન આવી ગયા હોય. પરંતુ ઇંગ્લેંડમાંથી એક અલગ જ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક વ્યક્તિને ફોનનો ઓર્ડર આપ્યા વિના મોંઘો ફોન આપવામાં આવ્યો છે. આ અજીબોગરીબ કેસ વિશે જાણીને તમે પણ ચોંકી જશો.

બન્યું એવું કે, ઇંગ્લેન્ડમાં રહેતા નિક જેમ્સ નામના વ્યક્તિએ સ્થાનિક સુપરમાર્કેટ Tesc થી સફરજન મંગાવ્યા હતા. પરંતુ જ્યારે તેને ઓર્ડર મળ્યો અને તેણે ખોલીને જોયું તો સફરજનને બદલે આઇફોન જોવા મળ્યો. આ જોઇને નિક સંપૂર્ણપણે આઘાત પામ્યો. આવું થવા પાછળ નિક અને કંપની બંનેમાંથી કોઈનો દોષ નહોતો. આ અંગે નિક જેમ્સે ટ્વિટ કરીને કંપનીને આ ઘટના વિશે માહિતી આપી અને ફોન આપવા બદલ કંપનીનો આભાર માન્યો.

જાણવા મળ્યું છે કે ખરેખર, કંપનીએ ‘સુપર સબસ્ટિટ્યુટ પ્રમોશન’ ચલાવ્યું હતું. આ અંતર્ગત સામાન મંગાવનારા કેટલાક લોકોને કંપની દ્વારા મોંઘા મોબાઈલ ગિફ્ટ આપવામાં આવ્યા હતા. આવા નસીબદાર લોકોમાં નિક જેમ્સનો સમાવેશ પણ હતો. આમાં ગિફ્ટ તરીકે નિક જેમ્સને iPhone SE મળ્યો હતો જે ફોનની કિંમત આશરે 29 હજાર રૂપિયાથી વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *