વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર સોમવારે ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન બોલતા ટ્રિપલ તલાકના મુદ્દે કોંગ્રેસને સમર્થન આપવાની અપીલ કરી. જો કે આ સાથે જ કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે આ પાર્ટીના એક પૂર્વ નેતાએ એકવાર મુસલમાનો માટે કહ્યું હતું કે જો તેઓ ગટરમાં પડ્યા રહેવા માંગતા હોય તો પડ્યાં રહે. જો કે તેમણે આ નેતાનું નામ ન લીધુ. પરંતુ ત્યારબાદ લોકોને અંદાજો લગાવતા વાર ન લાગી કે વાસ્તવમાં તેઓ કયા નેતા તરફ ઈશારો કરી રહ્યાં હતાં.
હકીકતમાં પીએમ મોદીએ પૂર્વ મંત્રી આરિફ મોહમ્મદ ખાનના એક જૂના ઈન્ટરવ્યુના હવાલે આ વાત કરી હતી. 1980ના દાયકામાં શાહબાનો કેસમાં કોંગ્રેસથી અલગ મત ધરાવનારા અને મંત્રીપદેથી રાજીનામું આપનારા આરિફ મોહમ્મદ ખાને તે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તત્કાલિન કેન્દ્રીય મંત્રી પી વી નરસિંહા રાવે મુસલમાનોને લઈને આ ટિપ્પણી કરી હતી.
Former Union Min, Arif M Khan on PM Modi’s speech in Lok Sabha: 6-7 yrs ago, during a TV interview, I was asked whether any pressure was brought upon me to take back my resignation(in connection with Shah Bano case). I told them after resigning, I disappeared from my house. pic.twitter.com/lUOmL75eEa
— ANI (@ANI) June 25, 2019
આ અંગે પ્રતિક્રિયા આપતા આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે આ ઈન્ટરવ્યું બહુ જૂનો છે. મને બરાબર યાદ પણ નથી કે તે 6 વર્ષ, 7 વર્ષ કે 8 વર્ષ જૂનો છે. આ દરમિયાન એક ટીવી ચેનલે અત્યાર સુધી જેટલા પણ વડાપ્રધાન થયા તેમના કાર્યકાળમાં થયેલી મહત્વપૂર્ણ ઘટનાઓને કવર કરતા એક સિરિયલ બનાવી હતી.
તેમણે કહ્યું કે રાજીવ ગાંધીના જમાનામાં શાહબાનો કેસ મહત્વપૂર્ણ ગણાય છે તો મને તેમણે એક એપિસોડ માટે ઈન્ટરવ્યું કરવાનું કહ્યું હતું. જેમાં તેમણે સવાલ કર્યો હતો કે જ્યાં સુધી મને યાદ છે કે તેમણે તમને રાજીનામું પાછું લેવાનું કહ્યું નહતું તો મેં જવાબ આપ્યો કે મેં તો તે જ દિવસે રાજીનામું આપી દીધુ, તે દિવસે હું ઘરથી ગાયબ થઈ ગયો. કોઈ મને સંપર્ક કરી શક્યું નહીં કારણ કે તે જમાનામાં સેલફોન પણ નહતાં.
Former Union Min, Arif M Khan on PM Modi’s speech in Lok Sabha: 6-7 yrs ago, during a TV interview, I was asked whether any pressure was brought upon me to take back my resignation(in connection with Shah Bano case). I told them after resigning, I disappeared from my house. pic.twitter.com/lUOmL75eEa
— ANI (@ANI) June 25, 2019
આ સાથે જ આરિફ મોહમ્મદે કહ્યું કે બીજા દિવસે હું જ્યારે પાર્લિયામેન્ટ પહોંચ્યો તો અરુણ સિંહ કે જેઓ વડાપ્રધાનના સલાહકાર છે તેઓ સૌથી પહેલા મને મળ્યાં અને તેમણે મને સમજાવવાની ખુબ કોશિશ કરી. તેમણે ઘણી સારી વાતો કરી હું તેમનો આદર કરું છું. તેમણે મને કહ્યું કે નૈતિક આધાર પર તમારી કોઈ ભૂલ કાઢી શકાય નહીં પરંતુ એકવાર તેના પર વિચાર કરો. મેં જ્યારે ના પાડી દીધી તો ત્યારબાદ અરુણ નહેરુ, ફોતેદાર આવ્યાં, પછી મારા જૂના 3 મંત્રીઓ આવ્યાં, જેમની સાથે મેં કામ કર્યું હતું અને આખો દિવસ પીએમના વેઈટિંગ રૂમમાં એક એક કરીને લોકો આવતા રહ્યાં અને મને સમજાવતા રહ્યાં.
આ સાથે જ આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે સૌથી છેલ્લે તત્કાલિન કેન્દ્રીય મંત્રી નરસિમ્હા રાવ આવ્યાં હતાં. તેમણે કહ્યું કે ભાઈ તમે આટલી જીદ કેમ કરો છો જ્યારે શાહબાનોએ પણ પોતાનુ નિવેદન બદલી દીધુ છે તો તમને શું પરેશાની છે. આપણે કોઈ સોશિયલ રિફોર્મર થોડી છીએ મુસલમાનોના…જો તેઓ ગટરમાં પડયા રહેવા માંગતા હોય તો પડ્યા રહેવા દો.
Former Union Min, Arif M Khan: PM has referred to my interview, to give a message that for how long any section of the people, I am not talking about any particular community, will allow itself to be deceived by power-wielders. It is a clear cut message. https://t.co/pqm3ixw4B0
— ANI (@ANI) June 25, 2019
આરિફ મોહમ્મદ ખાને રાવને કહ્યું કે ફેમિનિસ્ટ તરીકે મારી કોઈ રેપ્યુટેશન નથી અને ન તો મેં મહિલાઓના અધિકારો માટ લડત લડી છે. મારી સામે પર્સનલ ઈન્ટિગ્રિટીનો સવાલ છે. મારી પોતાની નૈતિકતા ક્યાં છે? મેં 55 મિનિટ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ડિફેન્ડ કર્યો છે.
લોકસભામાં હવે સરકાર કહી રહી છે કે આ નિર્ણયને બદલવા માટે તેઓ કાયદો લાવી રહ્યાં છે તો મેં કહ્યું કે હું અકબરનો બિરબલ નથી કે એક દિવસ તેણે કહ્યું કે રિંગણનું શાક સારું છે તો બિરબલે રિંગણને 100 ગુણ જણાવી દીધા અને બીજા દિવસે કહ્યું કે રિંગણ ખરાબ છે તો તેના 100 દુર્ગુણ બતાવી દીધા. હું આ કામ કરી શકું નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.