સોશ્યિલ મીડિયા પર અપીલ કરવાથી કેન્સર પીડિત વ્યક્તિના પરિવારની સહાય માટે 20 લાખ રૂપિયા એકત્રિત થયાં

Published on Trishul News at 10:31 PM, Fri, 7 June 2019

Last modified on June 7th, 2019 at 10:35 PM

મિત્રો એક વ્યક્તિ આખી દુનિયા ના બદલી શકે પણ એક પરિવારની જિંદગી જરૂર બદલી શકે છે અને તેનું ઉદાહરણ આજે સુરતના વરાછામાં જોવા મળ્યું. વરાછા વિસ્તારમાં એક પરિવારમાં કેન્સરની બીમારીથી આવેલા આર્થિક સંકટના મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાઇરલ થતા માત્ર 48 કલાકમાં આ પરિવારને 20 લાખથી વધુ રકમની સહાય મળી છે .

પુણાથી યોગી ચોક તરફ જતાં ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા સાવલિયા પરિવારના પ્રકાશભાઇ રવજીભાઈને છેલ્લા 11 મહિનાથી કેન્સરની બીમારીમાં સપડાયા છે . તેમની બીમારીમાં રીકવરી મુશ્કેલ છે . પરિવારમાં તેમને માત્ર ત્રણ દીકરીઓ જ છે . પરિવારમાં તેમની બીમારીના કારણે આવક પણ બંધ થઇ જતા સોસાયટીમાં રેહતા મનસુખભાઇ કાસોદરિયા , સુરેશભાઇ કથીરિયા અને મહેશભાઇ ભુવાએ તેમના પરિવારને યથાશક્તિ મદદ કરવાનું વિચાર્યું હતું .
મનસુખભાઇએ જણાવ્યું હતું કે અમે વારંવાર આદિવાસી ‘ વિસ્તારોમાં અને મંદબુદ્ધિના આશ્રમોમાં આર્થિક સેવા કરવા જતા પંરતુ , ઘર આંગણે એક પરિવાર આટલો બધો પરેશાન થતો હોય તો પહેલી તેને મદદ કરવી જોઇએ . આવું વિચારી અમે તેમના પરિવારને મળ્યા હતા . આ સાથે જ એક વિચાર આવ્યો કે આપણે સોશિયલ મીડિયાના ગૃપમાં બીજા મિત્રોને રીક્વેસ્ટ કરવાનું વિચારી વોટસએપ અને ફેશબુકમાં મેસેજ વાયરલ કરતાં અનેક દાતાઓએ બીડું ઝડપી લીધું .


સો રૂપિયાથી લઇને લાખ રૂપિયા સુધીની મદદ શહેર ઉપરાંત અન્ય શહેરો અને વિદેશમાંથી પણ સહાયનો ધોધ વહેવા લાગ્યો . માત્ર 48 કલાકમાં જ 20 લાખથી વધુ રકમ એકત્ર થઇ જતા દર્દીને તો બીમારીમાંથી બચાવવા મુશ્કેલ છે પરંતુ તેમના પત્ની અને ત્રણ દીકરીઓ માટે આ સહાય મોટો આધાર બનશે .

સાવલીયા પ્રકાશ ભાઇ રવજી ભાઇ જે કેન્સરની બીમારીથી પીડાય છે તેમને બધા સમાજ તરફથી બહુ જ સહાય અને સહકાર મળેલ છે તો આપ તમામ નો ખૂબ ખૂબ આભાર. પરમ કૃપાળુ પરમાત્મા સર્વને નિરોગી રાખે અને તેમના પરિવાર ને ખૂબ સુખ અને સંપત્તિ આપે. માર્ગદર્શન આપનાર એવા મનસુખભાઈ ડી. કાસોદરીયા તથા સુરેશભાઇ કથીરિયા તથા મહેશભાઈ ભુવા (શ્રી સમસ્ત લેવા પટેલ સમાજ પેજ ચલાવે છે) તરફથી તમામ દાતાશ્રીઓનો અને સેવાભાવી અનેક સંસ્થાઓ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને તમામ સોશિયલ મીડિયા ગ્રુપ અને સમસ્ત લેવા પટેલ પેજ ચલાવનાર અને ભગવતી કૃપા પરિવારનો ખુબ ખુબ આભાર.

નમ્ર વિનંતી સાથે ખાસ જણાવવાનું કે સમસ્ત સમાજ અને સંસ્થાઓ તરફથી આશા કરતા કરતાં પણ વધારે દાનની રકમ મળેલ છે. તો હવે કોઈ પ્રકારની રાહત કે રોકડ તથા બેંક ટ્રાન્સફર નહીં કરવા વિનંતી બીજું કે જ્યાં આવી જ રીતે જરૂરિયાત છે એવો ને આપવા વિનંતી.

Be the first to comment on "સોશ્યિલ મીડિયા પર અપીલ કરવાથી કેન્સર પીડિત વ્યક્તિના પરિવારની સહાય માટે 20 લાખ રૂપિયા એકત્રિત થયાં"

Leave a comment

Your email address will not be published.


*