નસીબ હોય તો આવા! કાચ સમજીને ઉઠાવ્યો પથ્થર, પરંતુ નીકળ્યું એવું કે…

સોશીયલ મીડિયામાં અવારનવાર આશ્વર્યકારક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. જો તમે કોઈ પાર્કમાં વોકિંગ કરી…

સોશીયલ મીડિયામાં અવારનવાર આશ્વર્યકારક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. જો તમે કોઈ પાર્કમાં વોકિંગ કરી રહ્યા છો તેમજ તમને એમ જ હીરો પડેલો જોવા મળે તો? આવુ જ કંઈક અમેરિકામાં આવેલ અરકંસાસમાં એક વ્યક્તિની સાથે બન્યું છે.

અહીં એક સ્ટેટ પાર્કમાં ફરી રહેલ કેવિન કિનાર્દને વિશ્વાસ ન થયો કે, જ્યારે તેને જાણ થઈ કે, એને જે પદાર્થ મળ્યો છે તે કાચનો નહીં પરંતુ કુલ 9.07 કેરેટનો હીરો હતો. વ્યવસાયે હીરાના બેંક મેનેજર કેવિન ક્રેટર ઓફ ડાયમંડ્સ સ્ટેટ પાર્કમાં લેબર ડેના દિવસે ચાલી રહ્યા હતા. તેઓ પોતાના મિત્રોની સાથે પાર્કમાં આવી જ એક કિંમતી વસ્તુઓ શોધી રહ્યા હતા.

એમને જે પણ ક્રિસ્ટર જોવા મળતો હતો. એને ઉઠાવીને પોતાની બેગમાં રાખતાં જઈ રહ્યા હતા. આ જ સમયે એમને એક આરસનાં આકાર જેવો ગોળ ક્રિસ્ટલ મળ્યો હતો. કિનાર્ડેએ જણાવતાં કહ્યું હતું કે, એણે બાકીના ક્રિસ્ટલની જેમ એને પણ બેગમાં મુકીને આગળ જોતો રહ્યો.

ત્યારપછી પાર્કમાં આવેલ ડાયમંડ ડિસ્કવરી સેન્ટરમાં પાર્કનાં કાર્યકરોએ લોકોને મળેલ વસ્તુઓની ઓળખ તેમજ નોંધણી કરવાની શરૂઆત કરી. કેવિનને લાગ્યું કે, એની પાસે નોંધણી જેવું કંઈ નથી પણ તો પણ એ પોતાના મિત્રની સાથે તપાસ કરાવવા માટે ગયો.

એમનો સામાન તપાસતાં જાણવા મળ્યુ કે, એમની પાસે જે ટુકડો રહેલો છે એ કાચનો નહીં પરંતુ હીરાનો હતો. કેવિને જણાવતાં કહ્યું હતું કે, તેઓ આ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા. કેવિનને જે હીરા મળ્યા એને તેમના મિત્રોના નામ પર રાખવામાં આવ્યુ છે.- કિનાર્ડ ફ્રેંડશિપ ડાયમંડ

બીજો સૌથી મોટો હીરો :
આની વિશે આસિસ્ટેન્ટ સુપ્રિટેન્ડેન્ટ ડ્રુ એડમંડ્સે જણાવતાં કહ્યું હતું કે, થોડા દિવસો અગાઉ જ ત્યાં વરસાદ આવ્યો  હતો. જેને લીધે જ્યારે પણ સૂરજ ઉગ્યા પછી કેવિન પહોંચ્યા તો સૂર્યના પ્રકાશમાં હીરાને ચમકતો જોયો. પાર્કનાં અધિકારીના જણાવ્યા પ્રમાણે, પાર્કના કુલ 48 વર્ષના ઇતિહાસમાં જોવા મળતો આ બીજો સૌથી મોટો હીરો છે. આ પહેલા વર્ષ 1975 માં કુલ 16.37 કેરેટ વ્હાઇટ અમરિલો સ્ટારલાઇટ હીરો મળી આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *