Army Helicopter Crash in Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ(Helicopter crash) થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં ભારતીય સેનાના ત્રણ અધિકારીઓ સવાર હતા. બચાવ માટે ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. હજુ સુધી તેમનો સંપર્ક કરી શક્યા નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે કિશ્તવાડનો ખૂબ જ દૂરનો વિસ્તાર છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અહીં અવાર-નવાર વરસાદ પડી રહ્યો હતો. સેનાના ત્રણ અધિકારીઓ હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા, અહીં જ હેલિકોપ્ટર ક્રેશ થયું. આ માટે બચાવ ટુકડીઓ રવાના કરવામાં આવી છે. હજુ સુધી તે અધિકારીઓ સાથે કોઈ સંપર્ક થયો નથી.
ભારતીય સેનાએ શું કહ્યું?
ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી પ્રારંભિક માહિતી અનુસાર, સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કિશ્તવાડ જિલ્લામાં ક્રેશ થયું છે, જે ચેનાબ નદીમાં પડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં બે પાયલટ અને એક કમાન્ડિંગ ઓફિસર હતા. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કમાન્ડિંગ ઓફિસર સંપૂર્ણપણે સુરક્ષિત છે, જ્યારે પાઈલટને સામાન્ય ઈજા થઈ છે, જેને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે.
હેલિકોપ્ટર કેમ ક્રેશ થયું?
ભારતીય સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું તેની કોઈ માહિતી નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પાછળનું એક કારણ હવામાન હોઈ શકે છે. હકીકતમાં, જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ પણ થઈ રહ્યો છે. એટલા માટે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હવામાનના કારણે આ દુર્ઘટના બની હશે. જો કે હજુ સુધી સેના તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી.
ALH ધ્રુવ હેલિકોપ્ટરમાં 12 જવાન બેસી શકશે
નોંધપાત્ર વાત એ છે કે ધ્રુવ હેલિકોપ્ટરને બે પાઇલોટ્સ ઉડાવે છે. તેમાં 12 સૈનિકો બેસી શકે છે. તેની લંબાઈ 52.1 ફૂટ અને ઊંચાઈ 16.4 ફૂટ છે. ધ્રુવ હેલિકોપ્ટરની મહત્તમ સ્પીડ 291 કિમી પ્રતિ કલાક છે. તે એક સમયે 630 કિમી સુધી ઉડી શકે છે. વધુમાં વધુ 20 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. અત્યારે તેમાં કોઈ હથિયાર લગાવવામાં આવ્યું નથી. પરંતુ તેના પ્લેટફોર્મ પર લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર બનાવવામાં આવ્યું છે, જે એટેક હેલિકોપ્ટર છે.
ALH ધ્રુવના અકસ્માત બાદ ફરી સવાલો ઉભા થઈ રહ્યા છે
તાજેતરમાં, એક ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જે પછી સંરક્ષણ દળોએ તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી ALH ધ્રુવ હેલિકોપ્ટરના સંચાલન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. વાસ્તવમાં ભારતીય કોસ્ટ ગાર્ડ તેમજ આર્મી, નેવી અને એરફોર્સ દ્વારા ALH હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તાજેતરની ઘટનાને જોતા હવે સંરક્ષણ દળોએ મોટો નિર્ણય લીધો છે. ALH ધ્રુવની આ દુર્ઘટનાને લઈને ફરી એકવાર સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે તેના ઓપરેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તો પછી તેનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં કેમ કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.