પોલીસને વિનંતી છે કે આ લોકોને છોડશો નહીં…કહી સેનાના જવાને ખુદને મારી ગોળી, જાણો મામલો

Jammu and Kashmir News: જમ્મુકાશ્મીરના પૂંછમાં ફરજ બજાવતા સેનાના જવાને પોતાની જાતને જ ગોળી મારીને આત્મહત્યા કરી છે. મૃતક જવાન કૃષ્ણકુમાર યાદવ જયપુરના શાહપુરામાં આવેલા અમરસર ગામના રહેવાસી હતા. જવાને આના પહેલા એક સુસાઇડ નોટ (Jammu and Kashmir News) પણ લખી હતી. તેમાં એક યુવતીના ટોર્ચરથી પરેશાન થઈ આત્મહત્યા કરી હોવાનું લખ્યું છે. પરિવારજનોએ જવાનના અંતિમ સંસ્કાર કરવા માટે ના પાડી દીધી હતી અને દોષિતોની ધરપકડની માંગણી કરી પ્રદર્શન કર્યું હતું.

શાહપુરા ડેપ્યુટી પોલીસ અધિકારીએ જણાવ્યું કે કૃષ્ણકુમારએ જમ્મુ કાશ્મીરમાં ત્રણ દિવસ પહેલા પોતાની જ બંદૂક વડે ખુદને ગોળી મારી દીધી છે. ત્યારબાદ પૂંછ જિલ્લાના પોલીસે પોસ્ટમોર્ટમ કરાતા બાદ લાશ પરિવારજનોને સોંપી હતી.

7 જાન્યુઆરીની સાંજે પોતાના ગામ પાર્થિવ દેહ પહોંચ્યો. પરિવારજનોની માંગણીના આધારે સુસાઇડ નોટ દ્વારા અમરસર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપ છે કે જવાન કૃષ્ણ સિંહ કુમારે સુસાઇડ નોટમાં બ્લેકમેલ કરવાની તથા ટોર્ચર કરવાની વાત લખી છે.

મર્યા પહેલા કૃષ્ણ કુમારે નોટમાં લખ્યું હતું કે બે વર્ષ પહેલા હું મારા મિત્રો સાથે સિકરના જીણ માતા આવ્યો હતો. ત્યાં એક યુવક સાથે મિત્રતા થઈ અને જ્યારે બીજી વખત મળ્યો તો તે યુવક મને પોતાની રૂમ પર લઈ ગયો. જ્યાં ખાવામાં કંઈક વસ્તુ ભેળવીને મને ખવડાવી હતી અને ત્યારબાદ મને હોશ રહ્યો ન હતો. તેનો આ પ્લાન તેઓએ પહેલેથી જ બનાવી રાખ્યો હતો અને કોઈ છોકરી સાથે મારો અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો.

ત્યારબાદ તેઓએ મારી પાસેથી બ્લેકમેલ કરી મારી પાસેથી ₹15 લાખથી પણ વધારે રૂપિયા લઈ લીધા હતા. એવામાં હું મારી નોકરીને કારણે પોલીસ કેશ ન કરી શક્યો અને તેને લીધે આજે આ પગલું ભરી રહ્યો છું. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. પોલીસને મારી વિનંતી છે કે આ લોકોને છોડશો નહીં.