જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ થઇ છે.આ એન્કાઉન્ટરમાં સેનાના એક કર્નલ અને મેજર સહિત ચાર લોકો અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી શહીદ થયા છે. શહીદ થનારમાં રાષ્ટ્રિય રાયફલના કર્નલ આશુતોષ શર્મા, મેજર અનુજ સુદ અને પોલીસના એક સબ ઈન્સ્પેકટર શકીલ કાજી શામેલ છે. તેમજ આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા જવાની પણ ખબર છે. એક અધિકારીના નિવેદન અનુસાર કેટલાક બંધક લોકોને બચાવવા માટે સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસે શનિવારે હંદવડામાં સંયુક્ત અભિયાન ચલાવ્યું.
નિવેદન અનુસાર સુરક્ષા દળોને જાણકારી મળી હતી કે કુપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકીઓએ એક ઘરમાં કેટલાક લોકોને બંધક બનાવેલા છે. જેના બાદ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે એક જોઈન્ટ ઓપરેશન ચલાવ્યું. બંધકોને છોડાવવા માટે સેના અને પોલીસની ટીમ ઘરની અંદર ગઈ. ટીમ બંધકોને છોડાવવામાં સફળ રહી.
જોકે આ દરમિયાન આતંકીઓ તરફથી ટીમ પર ભારે ફાયરિંગ કરવામાં આવ્યું. ઍનકાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા છે. તેમજ સેનાના બે અધિકારી,બે જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક સબ ઈન્સ્પેકટર શહીદ થઈ ગયા છે.સમાચાર એજન્સી એનઆઈ અનુસાર ભારતીય સેનાના ચાર સહિત લોકોમાં ૨૧ રાષ્ટ્રીય રાઈફલ ના કમાન્ડિંગ ઓફિસર અને એક મેજર છે.
After a long anxious night, we have this heart-rending news about martyrdom of our brave-hearts.
COLONEL ASHUTOSH SHARMA
21 RR,
MAJOR ANUJ SOOD
21 RR,
NAIK RAJESH
21 RR,
LANCE NAIK DINESH
21 RR,
SUB INSPECTOR SHAKEEL QAZI
J&K POLICE#Handwara_Encounter pic.twitter.com/CpmrZBlbAY— Imtiyaz Hussain (@hussain_imtiyaz) May 3, 2020
જમ્મુ કાશ્મીર પોલીસ મહાનિર્દેશક એ સમાચાર એજન્સી અને જણાવ્યું કે આ જણાવતા ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે કર્નલ આશુતોષ શર્મા,મેજર અનુજ સુદ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સબ ઇન્સ્પેક્ટર સહિત પાંચ બહાદૂર જવાનો પોતાની ડ્યુટી નિભાવતા શહીદ થઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news