દેશના વીર જવાનોની શું વાત જ કરવી. સૈનિકો દેશ માટે રાતદિન તડકો ટાઢ વેઠીને પણ દેશને બચાવવા માટે ખડે પગે ઉભા રહે છે. ત્યારે આજે ઍક આર્મી જવાન નિવૃત થયા પછી પણ કઈક અલગ રીતે દેશની સેવા કરતા નજરે ચડી રહ્યા છે. આજે અમે તમને ગુજરાતનાં એક આવા આર્મી જવાન વિશે જણાવીશું કે, જે દેશની સેવામાથી નિવૃત થયા પછી પણ આજે દેશ ભક્તિનું અનોખું કામ કરી રહ્યા છે.
અમે તમને જવાઈ દઈએ કે, કચ્છ જિલ્લાના ભરતભાઇ એક નિવૃત આર્મી મેન છે. જે પોતાની સેવા માંથી નિવૃત થયા બાદ હવે અત્યારે ભરતભાઇ ગામની દીકરીઓને આર્મીની ટ્રેનિગ આપી રહ્યા છે. ભરતભાઇનું સપનું છે કે વધારે માં વધારે લોકો ભારતીય સેનામાં જોડાઈ અને દેશની સેવા કરે.
ભરતભાઇ તેમની પાસેથી ટ્રેનિગ લઇ રહેલી દીકરીઓને ફિજીકલ ટેસ્ટ થી લઈને પરીક્ષા સંબધિત તમામ માહિતી આપીને તેમના સપના સાકર કરવાના ખુબ જ પ્રયત્નો કરી રહયા છે. ભરતભાઇ સૂથારે પણ પોતાના આર્મી કરિયરમાં ખુબ જ સિદ્ધિઓ હાસલ કરી છે.
ભરતભાઇની પાસે આવતી તમામ દીકરીઓને તે એક મહિનાની અંદર ટ્રેનિગ આપીને એટલી સક્ષમ બનાવી દે છે કે, દીકરીઓ આર્મીમાં કે પોલીસ માં સિલેક્ટ થઈને પોતાનું એક સપનું સાકાર કરે છે અને દેશની સેવામાં પણ લાગી જાય છે. ભરતભાઈનું જણાવ્યા અનુસાર ઘણી દીકરીઓને પોતાના ઘરેથી બહાર નીકળીને કઈક નવું કરવું હોય છે, પણ માગદર્શનના અભાવના કારણે દીકરીઓ આગળ વધી શકતી નથી અને પોતાની સિદ્ધિ હાંસિલ કરી શકતા નથી.
ભરતભાઇ સમાજમાં સ્ત્રી શક્તિનું એક ઉતમ ઉદાહરણ ઉભું કરવા માંગે છે. ભરતભાઇનું કહેવું છે કે,ફક્ત એવું નથી કે ખાલી સેનામાં રહીને જ દેશની સેવા કરી શકાય, બીજા એવા ઘણા કર્યો છે કે જે કરીને દેશની બનતી સેવા કરી શકાય છે. ભરતભાઇ પણ દીકરીઓને સેનામાં જવાની ટ્રેનિગ આપીને દેશ માટે એક પ્રકારની સેવા જ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.