રશિયન મિલિટરી કાર્ગો પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન મોસ્કો નજીક ક્રેશ થયું છે. આ અકસ્માત બાદ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું. વિમાન ક્રેશ થતાં જ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. વિમાન હવામાં હતું ત્યારે આગ લાગી હોવાનું વિડીઓમાં જોઈ શકાય છે. મળતી માહિતી અનુસાર, રશિયાની રાજધાની મોસ્કોમાં સેનાનું એક વિમાન ક્રેશ થતા 3 લોકોના મોતની આશંકા છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.
અગાઉ અન્ય એક દુર્ઘટનામાં રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, જંગલની આગને બુઝાવવા માટે મોકલવામાં આવેલું રશિયન વિમાન દક્ષિણ તુર્કીના પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. જેમાં ક્રૂ સભ્યો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. રશિયન મંત્રાલયે જણાવ્યું હતું કે બેરીવ BE -200 વિમાન તુર્કીના અદાના પ્રાતમાં ઉતરવાનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થયું હતું. વિમાનમાં પાંચ રશિયન અને ત્રણ તુર્કી નાગરિકો હતા.
Horrifying, terribly tragic. Russian new Ilyushin Il-112V prototype aircraft crashes outside Moscow today after what appears to be an engine fire — final moments on camera. Three on board dead. pic.twitter.com/OXwBkZ1ACd
— Shiv Aroor (@ShivAroor) August 17, 2021
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ઘટનાની તપાસ માટે એક ટીમ આ વિસ્તારમાં મોકલવામાં આવી છે. તુર્કીના વિદેશ મંત્રી મેવલુત કવુસુગલુએ ટ્વિટ કર્યું છે કે, તુર્કીએ છેલ્લા 16 દિવસોમાં લગભગ 300 જંગલોની આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે. તે જ સમયે, ઉત્તર તુર્કી આ અઠવાડિયે પૂરથી પ્રભાવિત થયું છે જ્યાં તેમાં ઓછામાં ઓછા 44 લોકોનાં મોત નીપજ્યાં છે.
ઉઝબેકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, તે વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલોની તપાસ કરી રહ્યું છે, જેમાં અફઘાન સૈન્યને ઓળખતા પ્રતીકો હતા. ઉઝબેક મીડિયાના અહેવાલો અનુસાર, એક વિમાન રવિવારે સાંજે દેશના દક્ષિણપૂર્વમાં ક્રેશ થયું હતું. આ સ્થળ અફઘાનિસ્તાન સરહદથી દૂર નથી. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી રિયા નોવોસ્ટીને જણાવ્યું હતું કે મંત્રાલય ઓનલાઇન ઉપલબ્ધ વીડિયો અને અહેવાલો દ્વારા “ઊંડાણપૂર્વક તપાસ” કરી રહ્યું છે. તેમણે કહ્યું કે તપાસના તારણો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.