ગુજરાત(Gujarat): વિવાદમાં ફસાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad) છેલ્લા 8 દિવસથી પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડ દ્વારા રાજકોટની સેશન્સ કોર્ટ(Rajkot Sessions Court)માં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. દેવાયત ખવડ દ્વારા કરવામાં આવેલ આગોતરા જામીનની અરજીની સુનાવણી ગઇકાલે ટળી ગઇ હતી. જેને કારણે હવે રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
મહત્વનું છે કે, દેવાયત ખવડની ધરપકડ નહીં થતાં પીડિચ યુવકના પરિવારે પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, પોલીસ સાથે સાંઠગાંઠ હોવાથી તેની ધરપકડ કરવામાં નથી આવતી. આ મુદ્દે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા ગઈકાલે પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચીને રજૂઆત કરવામાં આવી હતી. સમાજના લોકો દ્વારા 24 કલાકમાં દેવાયત ખવડની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. જો ધરપકડ નહીં થાય તો ધરણાં પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ક્ષત્રિય સમાજનના આગેવાનોએ કહ્યું હતું કે, આ મામલો સમાજનો નહીં પણ બે વ્યક્તિઓ વચ્ચેનો છે.
દેવાયતે કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી ટળી:
અમે તમને વધુમાં જણાવી દઇએ કે, લોકસાહિત્યકાર દેવાયત ખવડ મામલે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. દેવાયત ખવડ દ્વારા ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી. દેવાયત ખવડ દ્વારા કરવામાં આવેલ આગોતરા જામીનની અરજીની સુનાવણી ગઇકાલે ટળી ગઇ હતી. જેને કારણે હવે રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાથીદારે લાકડી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારપછી દેવાયત ભાગી ગયો છે. મહત્વનું છે કે, રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ 8 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે.
જાણો શું છે સમગ્ર મામલો:
રાજકોટમાં એક યુવાન પર ધોળાદિવસે જીવલેણ હુમલો કરવામાં લોકગાયક દેવાયત ખવડનું નામ સામે આવ્યું હતું. જાણવા મળી રહ્યું હતું કે, દેવાયત ખવડે તેના બે માણસો સાથે મળીને દિનદહાડે રાજકોટના સવેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં મયુરસિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને પગના ભાગે લોહી નીકળવા લાગ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મયુરસિંહ રાણા નામના યુવક પર દેવાયત ખવડે જીવલેણ હુમલો કર્યો છે. જાણવા મળ્યું છે કે દેવાયત ખવડે લોખંડના પાઇપ દ્વારા મયુરસિંહ રાણા નામના વ્યક્તિને અસહ્ય માર માર્યો હતો. ત્યારબાદ મયુરસિંહ રાણાને ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.