મહિલા કોસ્ટેબલ તરીતે ફરજ બજાવતા આશાબેન શહીદ થયા, 11 માસનો દીકરીઓ થયો માતા-વિહોણો ‘ઓમ શાંતિ’

કડી(Kadi): અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં કડી તાલુકાના મહિલા કોન્સ્ટેબલ પોતાના પિયર વામજ ગામે જઈ રહ્યા…

કડી(Kadi): અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં કડી તાલુકાના મહિલા કોન્સ્ટેબલ પોતાના પિયર વામજ ગામે જઈ રહ્યા હતા. આ દરમિયાન એકટીવા લઈને રાજપુર પાટિયા પાસે પહોંચતા પાછળથી આવી રહેલા એક ટ્રક ચાલકે જોરદાર ટક્કર મારી હતી. જેને પગલે તેઓનું કરુણ મોત નીપજ્યું હતુ. ત્યારે તેમનો માત્ર 11 માસનો દીકરો માતા વિહોણો બન્યો છે. આજે આશાબેનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતીમ વિદાય આપવામાં આવી હતી.

આશાબેન નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા:
મળતી માહિતી અનુસાર, આશાબેન રબારી અંબાસણ ગામના રહેવાસી હતા. તેમજ તેઓ કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમના લગ્ન આશરે દોઢેક વર્ષ પૂર્વે અંબાસણ ગામે રાજુભાઈ રબારી સાથે થયા હતા. જાણવા મળ્યું છે કે, તેઓ પોલીસની નોકરીમાં 2016-17માં લાગ્યા હતા. ત્યારે હાલમાં જ એટલે કે દોઢ મહિના પૂર્વે જ તેઓની કડી ખાતે બદલી થઈ હતી. આ દરમિયાન તેમની માતાની તબિયત લથડતા છેલ્લા ચાર દિવસથી તેઓ પોતાના પિયર વામજ ખાતે પોતાના દીકરા સાથે ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઘર પરત ફરતાં મહિલા કોન્સ્ટેબલને ટ્રકે ટક્કર મારી:
આ દરમિયાન બુધવારના રોજ પોલીસ સ્ટેશનથી એકટીવા લઈને પોતાના પિયર વામજ ગામે જઈ રહ્યાં હતા. ત્યારે કડી તાલુકાના રાજપુર પાટિયાથી છત્રાલ તરફ જતી વેળાએ પાછળથી આવી રહેલા એક ટ્રક ચાલકે જોરદાર ટક્કર મારી હતી. જેને પગલે આશાબેન રબારી રોડ ઉપર પછડાયા હતા.

ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. ત્યારબાદ આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. સાથે જ તેમના પરિવારજનોને જાણ કરાતા તેમના પતિ રાજુભાઈ રબારી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આશાબેનને સારવાર અર્થે નંદાસણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તેમજ તેમનો માત્ર 11 માસનો દીકરો માતા-વિહોણો થયો છે.

મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર અપાયું:
આ સાથે જ આશાબેનના મોતના સમાચાર મળતા જ સમગ્ર પોલીસ બેડામાં શોક છવાઈ ગયો હતો. રાત્રી દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. આજે સવારે તેઓને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. જ્યાં વિવિધ તાલુકા તેમજ શહેરના પોલીસ કર્મીઓ વામજ ખાતે પહોંચી ગયા હતા અને મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર આપીને શ્રદ્ધાંજલિ આપી હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *