સુરતમાં નોકરીની લાલચ આપી ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચરનાર નરાધમના કાર ડ્રાઇવરની પોલીસે કરી ધરપકડ

સુરત(Surat): શહેરના અડાજણ(Adajan) વિસ્તારમાં ડાયમંડના વેપારીએ નોકરીની લાલચ આપી 24 વર્ષની પરિણીતાને ભેંસાણ રોડ પર ખેતરમાં લઈ જઈ કારની અંદર બેસાડીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.…

સુરત(Surat): શહેરના અડાજણ(Adajan) વિસ્તારમાં ડાયમંડના વેપારીએ નોકરીની લાલચ આપી 24 વર્ષની પરિણીતાને ભેંસાણ રોડ પર ખેતરમાં લઈ જઈ કારની અંદર બેસાડીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટના અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે(Adajan police) હીરાના વેપારીની ધરપકડ કર્યા પછી શનિવારના રોજ મોડીરાતે તેના ડ્રાઇવરની પણ ધરપકડ કરી છે.

અડાજણ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આરોપી હીરા વેપારી મનીષ રોયને ત્યાં 40 વર્ષનો પરેશ ભગુવનજી પ્રાગડા (રહે,સુખાઅનંદ રો હાઉસ, વેલંજા) છેલ્લાં 10 વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરી રહ્યો હતો.

24મી ડિસેમ્બરના રોજ શુકવારે બપોરે 3 વાગ્યાની આસપાસ 24 વર્ષીય પરિણીતાને નોકરી આપવાની લાલચ આપી હીરાના વેપારી મનીષ ડુંગર રોયએ અડાજણ પ્રાઇમ આર્કેડ નજીક મહિલાને બોલાવી હતી. આરોપી વેપારી મનીષ તેના ડ્રાઈવર પરેશ સાથે ત્યાં આવ્યો હતો.

ત્યાર બાદ પરિણીતાને કારમાં બેસાડી ભેસાણ રોડ પર લઈ જવામાં આવી હતી. પરિણીતા સાથે વાતો કરવાની હોવાનું કહીને હીરાના વેપારીએ રસ્તામાં ડ્રાઇવર પરેશ પ્રાગડાને ઉતારી દીધો હતો. વેપારીએ પેટ્રોલપંપની સામે એક ખેતરમાં કાર ઉતારી દીધી હતી. પછી કારમાં રહેલી પરિણીતા પર જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *