રાજકોટ(ગુજરાત): તાજેતરમાં ભાવનગર(Bhavnagar)ની એક મહિલા PSIએ કચ્છ(Kutch)ના ભુજ(Bhuj)માં તૈનાત એક પરિણીત પોલીસ સબ ઈન્સ્પેક્ટર(PSI) પર બળાત્કારનો આરોપ લગાવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ દ્વારા PSI રાકેશ કટારા(Rakesh Katara)ની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ હાલ ભુજ પોલીસ હેડક્વાર્ટર ખાતે તૈનાત છે. હાલ ગુજરાત પોલીસ(Gujarat Police)ને શર્મસાર કરતી ઘટનાના લઈને ભાવનગર પોલીસ(Bhavnagar Police) બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે પોલીસના જણાવ્યા મુજબ, મહિલા PSIએ બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ ભાવનગર પોલીસ દ્વારા ભુજમાં તેમના સમકક્ષોને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે કટારાની અટકાયત કરી હતી અને ગુરુવારે ભાવનગર બી ડિવિઝન પોલીસ દ્વારા તેમની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી અને ભૂજથી ભાવનગર લવાયા હતા.
મહિલા PSIએ પોતાની ફરિયાદમાં જણાવતા કહ્યું છે કે, તે અને કટારાનો ભાઈ પોલીસ ટ્રેનિંગ દરમિયાન સાથે હતા. મહિલા PSI કટારાના ભાઈ દ્વારા જ કટારાના સંપર્કમાં આવી હતી. પીડિતાએ કટારા પર લગ્નનું વચન આપીને 2019થી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ અનેક વખત બળાત્કાર ગુજાર્યાનો પણ આરોપ લગાવ્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના મહિલા પીએસઆઈ અને કચ્છ-ભુજ જિલ્લાના પીએસઆઈ કટારા બંનેને દાહોદ જિલ્લા અને એક જ તાલુકાના હોવાથી પરિચયમાં આવ્યા હતા. ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કટારાએ મિત્રતાનો લાભ લઈ મહિલા અધિકારીને પ્રેમજાળમાં ફસાવી તેની પત્નીને છૂટાછેડા આપવા જણાવ્યું હતું.
આ અંગે ફરિયાદીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, કટારાએ તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત તેણે આરોપ લગાવ્યો કે, કટારાએ તેની પાસેથી 3 લાખ રૂપિયા રોકડા પણ લીધા પરંતુ તે પરત કર્યા નહીં. આ ઘટના અંગે પોલીસ દ્વારા સમગ્ર મામલામાં કટારા વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.