ગુજરાત રાજ્યમાં અમદાવાદ પછી વડોદરામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનાને ધ્યાનમાં લઇને સુરત પોલીસ દ્વારા લોકોની સુરક્ષાને મહત્ત્વ આપીને અને શહેરમાં શાંતિનો માહોલ બનાવી રાખવા માટે 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. સુરતના પોલીસ દ્બારા આ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
144 કલમ લાગુ થવાથી ચારથી વધુ લોકો એકસાથે ભેગા થઇ શકશે નહીં, આ ઉપરાંત કોઈ પણ શહેરમાં સભા, કે સરઘસ કાઢી શકાશે નહીં. વડોદરા અને અમદાવાદમાં જે ઘટનાઓ બની છે, આ ઘટના સુરતમાં ન બને તે માટે સાવધાનીના ભાગ રૂપે પોલીસ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
સુરત સિવાય રાજકોટમાં પણ 144ની કલમ તકેદારીના ભાગ રૂપે લાગુ કરવામાં આવી છે. સુરતમાં પોલીસની મદદ માટે સરકાર દ્વારા પેરમિલેટ્રીની એક કંપની પણ ફાળવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 19 ડિસેમ્બર ગુરુવારે અમદાવાદમાં નાગરિકતાના કાયદાના વિરોધને લઇને પોલીસ પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. અમદાવાદની જેમ 20 ડિસેમ્બરે બપોર પછીના સમયે લોકોના ટોળા દ્વારા પોલીસ પર પથ્થર મારો થયો હતો.
સુરતમાં શાંતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સલાબતપુરા, ઉધના સહિતના વિસ્તારોમાં ફલેગમાર્ચ પણ કરવામાં આવી હતી. સુરતમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.