Arvind Kejriwal: આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરી વાલે દિલ્હીની ઝુપડપટ્ટી માંથી એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન તેમણે બીજેપીને ટાર્ગેટ કરી હતી. પોતાની પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરી વાલે બીજેપી પર નિશાન સાધતા કહ્યું હતું કે અમે શકુર બસ્તીના રેલવે (Arvind Kejriwal) કેમ્પની સામે ઊભા છીએ. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નો પ્રેમ ઝૂંપડપટ્ટી તરફ વધી રહ્યો છે. ભાજપના લોકો ઝૂંપડપટ્ટી વાળા ને કીડા મકોડા સમજે છે. તેમને ઝુપડવટી વાળા સાથે કંઈ લેવાદેવા નથી. કાલે અમિત શાહે મારા વિરુદ્ધ અપ શબ્દોનો ઉપયોગ કર્યો. એવા શબ્દો જેને સાંભળી કોઈને પણ શરમ આવે.
પાંચ વર્ષમાં બધી જ ઝૂંપડપટ્ટી તોડી પાડશે બીજેપી
અરવિંદ કેજરી વાલે આગળ કહ્યું કે બીજેપીના લોકો કહે છે જ્યાં ઝૂંપડી ત્યાં મકાન. પરંતુ કોનું મકાન એ નથી કહેતા. ઝુપડપટ્ટીમાં પોતાના મિત્રોના મકાન બનાવવા માંગે છે. તેમના મિત્રો કોણ છે તે બધા જાણી છે. તેનો અર્થ છે કે જ્યાં ઝૂંપડપટ્ટી છે ત્યાં તેના બિલ્ડર મિત્રોના મકાન. કેગરી વાલે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં તેમણે ફક્ત 4700 મકાન બનાવ્યા છે જે ખૂબ ઓછા છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો એક હજાર વર્ષ લાગશે બધા મકાન બનાવવામાં. આ લોકો મકાન બનાવવા માંગતા જ નથી. તેઓ આવનારા પાંચ વર્ષમાં બધી જ ઝુપડપટ્ટી તોડી પાડશે અને લોકોને રસ્તા પર લાવી દેશે.
दिल्ली की एक झुग्गी-बस्ती से महत्वपूर्ण प्रेस कांफ्रेंस। एक बहुत बड़ी घोषणा। LIVE https://t.co/cLgdOWcyeq
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 12, 2025
ઝુપડપટ્ટી વાળાને પાછી તે જ જગ્યા પર વસવાટ કરાવે
અરવિંદ કેજરી વાલે અમીશા પર નિશાન સાધતા કહ્યું કે આજે હું અમિત શાહ ને ચેલેન્જ આપું છું. અમિત શાહએ દસ વર્ષમાં જેટલી ઝુપડપટ્ટી નાબૂદ કરી છે, જેટલા ઝુપડપટ્ટી ના કેસ કોર્ટમાં છે તેને 24 કલાક ની અંદર ઝૂંપડપટ્ટી પાછી આપો. કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરો કે જેટલી ઝુપડપટ્ટી તોડી છે તેને પાછી બનાવે. જો તમે જે જે લોકોના મકાન તોડ્યા હતા તે મકાન તે જ જમીન પર પાછા બનાવી દેશે તો કેજરીવાલ ચુંટણી નહીં લડે. જો પાછા ન બનાવી આપ્યા તો કેજરીવાલ ચૂંટણી લડશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App