ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા(Gopal Italia)એ સુરત(Surat)માં મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આપણે જાણીએ છીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, ભ્રષ્ટાચાર જેવી મહત્ત્વની બાબતો પર શ્રેષ્ઠ કામ કર્યું છે અને સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધારી ને આખા દેશનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું છે. આજે દેશભરના લોકો માને છે કે સરકાર આમ આદમી પાર્ટી જેવી હોવી જોઈએ અને નેતાઓ અરવિંદ કેજરીવાલ જેવા હોવા જોઈએ. ગુજરાતમાં પણ લોકો ભાજપ(BJP) અને કોંગ્રેસ(Congress)ને મત આપીને થાકી ગયા છે પરંતુ મજબૂત વિકલ્પ અને પ્રામાણિક નેતા ના અભાવે લોકો કોંગ્રેસને મત આપતા હતા. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં પુરી તાકાત સાથે સંગઠન નિર્માણમાં લાગેલી છે.
વધુમાં જણાવતા કહ્યું છે કે, ગુજરાતની જનતાના મનમાં એક આશા જાગી છે કે હવે કંઈક સારું થવાનું છે, કંઈક બદલાવ આવવાનો છે. પરિવર્તનની આ ભાવનાને આમ આદમી પાર્ટી સાથે જોડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા 20 દિવસથી સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ પરિવર્તન યાત્રા ગુજરાતની તમામ વિધાનસભાઓમાં છ અલગ-અલગ રૂટ પરથી પસાર થઈ હતી. આ પરિવર્તન યાત્રામાં લાખો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આમ આદમી પાર્ટીના સંપર્કમાં આવ્યા હતા. અને આ કારણે લાખો લોકો અરવિંદ કેજરીવાલના કામ અને વિચારોથી પ્રભાવિત થયા છે. આ લાખો લોકોએ આમ આદમી પાર્ટીને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સમર્થન આપ્યું છે.
15મી મેથી શરૂ થયેલી પરિવર્તન યાત્રા 5મી જૂને તેના અંત તરફ આગળ વધી રહી છે અને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જનતા સુધી પરિવર્તનનો સંદેશો લઈ જવા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ સાથે રાજ્યના ઘણા લોકો આમ આદમી પાર્ટી માં જોડાવા માંગે છે. ગુજરાતની જનતા પણ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ગુજરાતમાં પરિવર્તન લાવવા માંગે છે.
જાણો શું છે અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ?
અરવિંદ કેજરીવાલ 6 જૂને બપોરે 3:00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી, સીધા મહેસાણા સર્કિટ હાઉસ જશે. સર્કિટ હાઉસ ખાતે ટુંકા રોકાણ બાદ તેઓ આમ આદમી પાર્ટી, ગુજરાત દ્વારા આયોજિત ભવ્ય ત્રિરંગા યાત્રામાં ભાગ લેવા માટે રવાના થશે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં મહાત્મા ગાંધી મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરથી સાંજે 5:30 કલાકે ભવ્ય ત્રિરંગા યાત્રા નીકળશે. અરવિંદ કેજરીવાલ ત્રિરંગા યાત્રા દરમિયાન જ જનતાને સંબોધિત કરશે. ત્રિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ અરવિંદ કેજરીવાલ મહેસાણા સર્કિટ હાઉસમાં થોડો સમય રોકાશે અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
ગોપાલ ઈટાલીયાએ જણાવતા કહ્યું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આગમન અને આમ આદમી પાર્ટી વધુ મજબૂત થતાં ભારતીય જનતા પાર્ટીમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. તેથી જ તેઓ ગુંડાગીરી કરે છે, અમારા પોસ્ટરો ફાડી નાખે છે, અમારા બેનરો ફાડી નાખે છે, અમારા ઝંડા ઉતારે છે, યાત્રા અને રેલીની મંજૂરી આપતા નથી, અમારા કાર્યકરો સામે ખોટી FIR નોંધે છે અને ડર બતાવે છે.
વધુમાંઉમેરતા કહ્યું છે કે, અમે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નિષ્ઠાવાન સૈનિકો છીએ, તેથી અમે ભાજપની આવી નિમ્ન વર્ગની હરકતોથી ડરવાના નથી અને પાછળ હટવાના નથી. ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી સાથે છે અને તેથી જ ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે. ગુજરાતની જનતાએ શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, કૃષિ, રોજગાર, ભ્રષ્ટાચાર અને સુશાસન જેવા મુદ્દાઓ પર પરિવર્તન લાવવાનું મન બનાવી લીધું છે. આમ આદમી પાર્ટી આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના એક જિલ્લામાં એક મોટી સભાનું આયોજન કરવા જઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.