તાજેતરમાં જ ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે એકાએક ચંદ્રકાંત રઘુનાથ પાટીલ (સી આર પાટીલ) ના નામની જાહેરાત થતાની સાથે જ ‘કહી ખુશી કહી ગમ’ ની લાગણી થઇ હોય તો એ સ્વાભાવિક છે. ઘણા લાંબા વર્ષો પછી દક્ષિણ ગુજરાતને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળી છે, ત્યારે દક્ષિણ ગુજરાતની નેતાગીરીના માનસમાં હરખની હેલી આવે એ સ્વાભાવિક છે. પરંતુ સી આર પાટીલ ની ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થતા સુરતના યુવા ધારાસભ્યને મંત્રી બનવાના અરમાન જાગ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
સી.આર.પાટીલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા બાદ આજે સુરત આવવાના હતા. તેને લઈને તેમના સન્માનમાં કારના કાફલા સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એક બાજુ સુરતમાં કોરોનાના હાહાકારને લઈને સુરતમાં લોકો મોતની ચાદર ઓઢી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કેટલાક નેતા મંત્રીપદના અભરખા પૂરા કરવા અને પ્રદેશ અધ્યક્ષને ખુશ કરવા માટે લોકોની સ્વાસ્થ્યની પરવા કર્યા વિના રેલી ના તાયફાઓ યોજે કેટલે અંશે યોગ્ય ગણાય ?
જો કે સી.આર.પાટીલ એક અનુભવી અને સમજદાર નેતા છે. સુરતમાં તેમણે કરેલા લોક કાયો ને લઈને તેઓ ખૂબ જ લોકપ્રિય પણ બન્યા છે. જ્યારે આજે તેઓ સુરત પહોંચ્યા ત્યારે તેમણે જે દ્રશ્ય જોયું તે જોઈને તેમને તરત જ રેલી રદ કરવાનો નિર્ણય લઈને અનેક તકસાધુ નેતાઓના મનસૂબા પર પાણી ફેરવી નાખ્યું.
પરંતુ જો નિર્ણય અગાઉ લેવામાં આવ્યો હોત તો કદાચ સ્થળ ઉપર જે જનમેદની ભેગી થઈ અને સોશિયલ ડીસટન્સનો ખુલ્લેઆમ ભંગ થયો તે ન થયો હોત. પરંતુ આ તકસાધુ નેતાઓએ માત્ર પોતાના સ્વાર્થ ને સિદ્ધ કરવાના હેતુથી નિર્દોષ લોકોના આરોગ્યને જોખમમાં મુકાયું તે કેટલે અંશે યોગ્ય ગણી શકાય? શું આવી રીતે આ તકસાધુ નેતાઓના મંત્રી બનવાના અભરખા પૂરા થશે ખરા?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.