સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat)ના લિંબાયત(limbayat)ના ગણેશનગર-1(Ganeshnagar-1) કંઠી મહારાજથી રામ મંદિર જવાના રસ્તેથી એકી નવજાત બાળકીની લાશ મળી આવતા લોકોએ જનેતા પર રોષ ઠાલવ્યો હતો. આ અંગે સુરક્ષા ગાર્ડે(Guard) કહ્યું કે, બાળકીની લાશ કચરાના ઢગલા પર પડી હતી અને લોકો વીડિયો બનાવી રહ્યા હતા. જોકે, ઘટના અંગે પોલીસ મથકે(police station) જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
લિંબાયત પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, રોડ ડિવાઈડરની બાજુમાં કચરાના ઢગલામાંથી બાળકીની લાશ પેપરમાં વીંટાળેલી મળી આવી હતી. તપાસ દરમિયાન એક સિક્યોરિટી ગાર્ડે નવજાત શિશુના ગર્ભાશય સાથે જોડાયેલ નવજાત શિશુને જોયુ અને પોલીસને જાણ કરી હતી. બાદમાં પીસીઆર વાનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને 108ની મદદથી નવજાતના મૃતદેહને સ્મીમેરમાં લઇ જવામાં આવ્યો હતો.
નવજાત શિશુ જન્મ પહેલા મૃત્યુ પામ્યું કે જન્મ પછી કે જન્મ સમયે મૃત્યુ પામ્યું કે જન્મ પછી પાપ છુપાવવા કે લાશનો ગુપ્ત રીતે નિકાલ કરવા કોઈ બાળકીના મૃતદેહને ત્યજી દેવાયું હોય એ હવે તપાસનો વિષય છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આ અંગે મુકેશ સિંહ રણવિજય સિંહ રાજપૂત (સિક્યોરિટી ગાર્ડ)એ જણાવ્યું હતું કે, તે નોકરીથી છૂટીને ઓટો રિક્ષા દ્વારા ઘરે જઈ રહ્યો હતો. રસ્તા પર લોકોની ભીડ જોઇને રિક્ષા ઉભી રાખી હતી. આ ભીડમાં હાજર લોકો ફોટો-વિડિયો બનાવી રહ્યા હતા. મેં કચરાના ઢગલા પર એક બાળકીનો મૃતદેહ જોયો. લોકોને તેમના વીડિયો-ફોટો બનાવવામાં વ્યસ્ત જોઈને ખુબ દુઃખ થયું. આ દરમિયાન, મેં તાત્કાલિક જ પોલીસ કંટ્રોલને જાણ કરી અને પોલીસ આવ્યા બાદ હું ત્યાંથી નીકળી ગયો.
વધુમાં જાણવા મળ્યું છે કે, બાળકનો જન્મ માત્ર 3 કલાક પહેલા જ થયો હતો. બાળકીના મૃતદેહ પાસેથી દવાની બોટલ અને પાણી ચડાવવાની પાઈપ પણ મળી આવી હતી. એક પેપરમાં વીંટાળીને કોઈ બાળકીને કચરામાં ફેંકી ગયું હોય તેવું લાગી રહ્યું હતું. હાલ લિંબાયત પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.