ગાંધીના ગુજરાતમાં ‘જય શ્રી રામ’ બોલવું ગુનો? શાળા સંચાલકોએ વિદ્યાર્થી સાથે જે કર્યું તે જાણીને ગુસ્સો ફાટી નીકળશે

ગુજરાત(Gujarat): વાપી(Vapi)ના ચાણોદ(Chanod) ગામમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલ(st. mary’s school) વિવાદના કોકડામાં ગૂંચવાઈ છે. કારણ કે, શાળાના વિદ્યાર્થીઓએ ‘જય શ્રી રામ(Jai Shri Ram)’ના નારા બોલાવતા…

ગુજરાત(Gujarat): વાપી(Vapi)ના ચાણોદ(Chanod) ગામમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલ(st. mary’s school) વિવાદના કોકડામાં ગૂંચવાઈ છે. કારણ કે, શાળાના વિદ્યાર્થીઓએ ‘જય શ્રી રામ(Jai Shri Ram)’ના નારા બોલાવતા હોવાને કારણે બાળકોની માફી માંગવી પડી હતી. આ સાથે શાળા સંચાલકોએ 2 બાળકો પાસે માફી પત્ર લખાવ્યો હતો. જેના કારણે વિવાદ વધુ વકર્યો છે. જેમાં સ્કૂલ સંચાલકો સાથે હિન્દુત્વવાદી સંગઠનો(Hindutva organizations)ના રકઝકનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વિધાર્થીઓને ખુલ્લી ધમકી:
જો કે, આ સમગ્ર મામલે માફીનામુ નહીં લખી આપવામાં તો વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેને કારણે ગભરાયેલા વાલીઓએ સંતાનનું ભવિષ્ય ન બગડે તે માટે માફીનામુ લખવામાં આવ્યું હતુ. જો કે, શાળા સંચાલકો દ્વારા કરાયેલી ગંભીર વર્તન બહાર આવવાને કારણે લોકોમાં ભારે વિરોધ સાથે ભારે આક્રોશ ઉઠ્યો છે.

આ સમગ્ર મામલે શનિવારનાં રોજ વલસાડ જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ નરેન્દ્ર પાયક, બજરંગદળના સંયોજક રાજુ મિશ્રા સહિતના કાર્યકરો શાળાએ પહોંચી આવ્યા હતાં અને જય શ્રી રામ બોલનાર વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપીને માફીનામુ લખાવવા અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ શાળાના આચાર્ય ગેરહાજર હોવાને કારણે અન્ય શાળાના આચાર્યો પણ ત્યાં દોડી ગયા હતાં. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ ભારે આક્રોશ ઠાલવી શાળા સંચાલકોના આ પ્રકારના કૃત્ય અંગે માફીનામુ લખે તે પ્રકારની માંગ કરી હતી.

તો બીજી બાજુ જોવામાં આવે તો સોશિયલ મીડિયામાં શાળા સંચાલકો વિરૂદ્ધ લોકોએ આકરી પ્રતિક્રિયા પણ આપી હતી અને લોકો કહી રહ્યા હતા કે, આપણાં દેશમાં શું જય શ્રી રામના નારા બોલાવવા કે રામનું નામ લેવા પર પ્રતિબંધ છે? શું આપણા દેશમાં આપણા આરાધ્ય દેવ ભગવાન કે શ્રી રામનું નામ લેવું એ કોઈ ગુનો કે અપરાધ છે? ત્યારે આવી શાળાઓને બાકાત રાખવામાં આવે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *