ઘોર કળયુગમાં માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના અસંખ્ય ભક્તોને માં મોગલ પર શ્રદ્ધા છે. હાલમાં પણ માં મોગલનો સાક્ષાતકાર ભક્તોને થાય છે. જે પણ લોકોએ માં મોગલના દરબારમાં પગ મુકે છે અને તેમના બધા જ દુખ થોડી જ વાર માં દુર કરી દે છે. આજ સુધી માં મોગલે લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. માં મોગલને જો સાચા દિલથી યાદ કરવાંમાં આવે તો માં મોગલની બધી જ માનતા પુરી થાય છે.
આજ સુધી કરોડો લોકોના દુઃખ માં મોગલે દૂર કર્યા છે. કાબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. ગુજરાતના કચ્છમાં આવેલા કબરાઉ મોગલ ધામમાં સેંકડો ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા આવતા હોય છે. ત્યારે હાલ એક મહિલા પોરબંદરથી પોતાની માનતા પુરી કરવા કબરાઉ ધામ આવી હતી.
મણીધર બાપુએ જયારે માનતા વિશે પૂછ્યું ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે, ઇઝરાયલમાં રહેતી મારી મોટી બહેને માનતા માની હતી કે જો ભાઈના ઇંગ્લેન્ડના વિઝા થઈ જશે તો તે મોગલધામ 10,510 રૂપિયા આપશે. જેથી માં મોગલે ટૂંક જ સમયમાં પોતાનો પરચો બતાવ્યો હતો. તેમજ આ માનતા પૂરી કરી હતી. જેના કારણે પોરબંદરમાં રહેતી નાની બહેન આ માનતા પૂરી કરવા માટે મોગલ ધામ પહોચી હતી અને માં મોગલનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ દરમિયાન મણીધર બાપુએ જણાવ્યું હતું કે, માતાએ તારી 10 ગણી માનતા સ્વીકારી છે. તેમજ આ પૈસા બહેન દીકરીઓને વહેચવા જણાવ્યું હતું. એટલે જ તો કહેવાય છે કે, માં મોગલની સાથે જેનો આસ્થાનો દોરો બંધાઈ જાય, માં મોગલ તેનો વાળ પણ વાકો થવા દેતી નથી. અવ અનેક પરચાઓ આજ સુધી માં મોગલે બતાવ્યા છે. તેથી જ લોકો કહે છે કે, જ્યાં દુનિયાનો અંત આવે છે, ત્યાંથી જ માં મોગલની શરૂવાત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.