રખડતા ઢોરે વધુ એક માસુમનો જીવ લીધો… ભાઈના મોત પછી આ કારણે સગા ભાઈએ પોતાના પર જ નોંધાવી ફરિયાદ

નડિયાદ(Nadiad): અવાર નવાર રખડતા ઢોરો (Stray cattle)નો આંતક સામે આવતો જ રહે છે. જેમાં કેટલાય લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. ખેડા(Kheda) તાલુકાના દેદરડા પટેલ ફાર્મ પાસે ગાય સાઈડમાંથી રોડ ઉપર આવતા બાઈક ચાલકે બ્રેક મારતાં બાઇક સવાર બે યુવકો રોડ પર પટકાયા હતા. જેમાં પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, 23 વર્ષીય રાહુલ વણઝારા તેમજ રાહુલનો 37 વર્ષનો ફોઇનો દીકરો હસમુખ વણઝારા બંને વણઝારાવાસના રહેવાસી છે. તેઓ  શનિવારે બપોરે બંને પોતાના કામ પર જઇ રહ્યા હતા. આ દરમિયાન બંનેને ચા પીવી હોવાથી તેઓ બજાર બાજુ જઇ રહ્યા હતા. ત્યારે રાહુલ બાઇક ચલાવી રહ્યો હતો અને હસમુખ પાછળ બેઠો હતો. આ વખતે વળાંક દરમિયાન ગાયદોડતી આવી હતી. જેને પગલે રાહુલે બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો.

કાબુ ગુમાવતા બંને રસ્તાની એક બાજુ પડ્યા હતા. તેમજ બંનેને ઈજાઓ પહોચી હતી. જયારે રાહુલને માથા પર પણ ઘણી ઇજા થઇ હતી. આ પછી હસમુખ થોડી સેકન્ડો માટે ઉભો થયો અને પછી એકદમ ફસડાઇ પડ્યો. જેના કારણે તેમને ઘણી જ ઇજાઓ થઇ હતી.

ત્યારબાદ 108 ઇમરજન્સીને ફોન કરીને બોલાવી હતી. તેમણે આવીને હસમુખને તપાસતા તેને મૃત જાહેર કરી દીધો હતો. જેને પગલે જેમાં બાઇક ચલાવી રહેલા 23 વર્ષના રાહુલ વણઝારાએ પોતાની સામે જ એફઆરઆઈ ખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જીને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *