ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના સુપડા સાફ, NOTA કરતા પણ ઓછા મત મળ્યા

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022 result)ના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022)માં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે.

જોકે અહી સૌથી મહત્વની બાબત એ છે કે, ગુજરાતમાં મુસ્લિમોએ ધર્મના આધારે ધ્રુવીકરણની રાજનીતિને સદંતર ફગાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે. જો આવું થયું હોત તો હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMનું ખાતું ખોલાવવું જોઈતું હતું પરંતુ તેમ પણ નહોતું થયું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લગભગ 10 % મુસ્લિમ વસ્તી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, મુસ્લિમોના સૌથી મોટા શુભચિંતક બનવાના ઠેકેદાર બનેલા ઓવૈસીની પાર્ટીએ અડધા ટકા મત પણ મળ્યા ન હતા. ઓવૈસીએ મુસ્લિમ બહુમતી ધરાવતી 13 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ ઓવૈસીની પાર્ટીને માત્ર 93 હજાર મતો જ મળ્યા હતા, જે NOTA દ્વારા મળેલા મતો કરતા ઘણા ઓછા કહી શકાય.

સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જીતનો વિજય ઉત્સવ મનાવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ એ અંગે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે નવી ભાજપ સરકાર કેવી હશે અને કોની હશે? હાલમાં તો ભુપેન્દ્ર પટેલ અને પ્રધાનમંત્રી મોદીની ડબલ એન્જિન સરકાર છે, પરંતુ જોવાનું એ રહ્યું કે જ્યારે નવી સરકાર બનશે ત્યારે કોણ મુખ્યમંત્રી હશે? હાલમાં દરેક લોકો માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ હશે, પરંતુ સૂત્રોનું માનવું છે કે, જ્યારે આ વખતે 150 થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીને મળી છે ત્યારે સરકારનું વજન અને જવાબદારીઓ ખૂબ જ વધી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *