ચૂંટણી આવતા જ પક્ષ પલટાની મોસમ જામી! વિધાનસભાની ચૂંટણી પહેલાં અશોક જીરાવાલાએ કોંગ્રેસનો સાથ છોડ્યો

સુરત(Surat): ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના મહાઅધિવેશનમાં ફોગવાના પ્રમુખ અને કોંગ્રેસના નેતા અશોક જીરાવાલા(Ashok Jirawala) સહિત 100 જેટલા ઉદ્યોગકારોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આ…

સુરત(Surat): ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના મહાઅધિવેશનમાં ફોગવાના પ્રમુખ અને કોંગ્રેસના નેતા અશોક જીરાવાલા(Ashok Jirawala) સહિત 100 જેટલા ઉદ્યોગકારોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આ પ્રસંગે ગુજરાત ભાજપ(BJP)ના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટી(CR Patil)લે જણાવ્યું હતું કે, અત્યારે જ્યારે બાંગ્લાદેશ કાપડની નિકાસમાં અગ્રેસર છે ત્યારે સુરત કેવી રીતે પ્રગતિ કરી શકે તે વિચારવું જોઈએ અને તેની સાથે સાથે તાપી રિવર ફ્રંટ અને પાલિકાના નવા ભવન સહિતની અનેક યોજના પર ચર્ચા કરવામાં આવી હતી.

હાર્દિક પટેલે ભાજપમાં જોડાવું જોઇએ: અશોક જીરાવાલા
અશોક જીરાવાલાએ જણાવતા કહ્યું હતું કે, મારા માથા પર કોંગ્રેસનો સિમ્બોલ લાગ્યો હોવાથી નીતિ વિષયક નિર્ણયોમાં લેવામાં ઘણી તકલીફ પડતી  હતી. એટલે વડિલોએ મને સમજાવ્યો અને હવે કેસરિયો ધારણ કરી રહ્યો છું. હાર્દિક પટેલની પણ કોંગ્રેસ દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. હાર્દિક પટેલે સમાજ અને રાષ્ટ્રના કામ કરવા હોય તો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જવું જોઈએ.

કોંગ્રેસના બે દિગ્ગજ નેતા જોડાઈ ચુક્યા છે આપમાં:
સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા ગણાતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયાએ ​​કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પંદર દિવસ પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાવાના હોવાની અફવા ફેલાઈ હતી અને કોંગ્રેસ દ્વારા બંને નેતાઓનો સંપર્ક કરીને સમજાવવામાં આવ્યા હતા.ઈન્દ્રનીલ ગઈકાલે દિલ્હીમાં હતા. તેઓ આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલને મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *