અમેરિકાના ડલાસમાં ગાંધીજીની નિશ્રામાં આજે અશોકભાઈ ગોકળદાસના જન્મદિવસની કરવામાં આવી ઉજવણી

America News: આજે અમેરિકાના ડલાસ ના ગાંધી મેમોરિયલ પ્લાઝા ખાતે મૂળ અમદાવાદના અને હાલમાં અમેરિકાના ડલાસ ખાતે સ્થાયી એવા સ્વતંત્ર્યસેનાની દંપતિ સ્વ. ગોકળદાસ અને સ્વ. લલીતાબેન પટેલ ના સંતાન અશોકભાઈના ૭૧મા જન્મદિવસની ગાંધી મેમોરિયલના (America News) સહયોગ થી ઉજવણી કરવામાં આવી. આજે યોજાયેલ આ જન્મદિવસ પ્રંસગે પ્રથમ ગાંધીજીની પ્રતિમા ને પુષ્પ અર્પણ કર્યા હતા.

તેમના પ્રિય ભજનો થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. 71 માટીના દિવાઓ પ્રગટાવીને ઉપસ્થિત સૌએ જન્મદિવસ માટેના ગીતથી અશોકભાઈ ને શુભેચ્છાઓ પાઠવી.. જન્મદિવસના આ પ્રંસગે ઉપસ્થિત કોન્સયુઅલ જનરલ ઓફ ઇન્ડિયા શ્રી ડી. સી. મંજુનાથે અશોકભાઈ ને તેમના જન્મદિવસ ની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આ પ્રકારની ઉજવણી એ આજના સમયમાં સૌ કોઇ માટે પ્રેરણારૂપ છે.

તેઓ સાદગીના પ્રતીક છે. તેમના સ્વાસ્થ્ય અને નિરોગી જીવન માટે આપણે સૌ શુભકામના પાઠવીએ. તેઓ સક્રિય રહીને સમુદાય ને માર્ગદર્શન આપતા રહે. ગાંધીજીના આદર્શ, સત્ય, અહિંસા સાથે આઝાદીની લડત ના પ્રસંગો ને પણ યાદ કર્યા હતા.ગાંધીજીના કાર્યોમાંથી આજના યુવાનો એ પ્રેરણા લેવાની જરૂર છે. ડલાસ ઈરવિંગ ના મેયર શ્રી રિક સ્ટોપફેરે અશોકભાઈને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, તેઓ હંમેશા સમાજ સાથે રહીને કાર્યરત રહ્યા છે.પહેલાં ભારત ખાતે અને હવે આપણા ડલાસ ને તેમના સેવાકીય કાર્યોનો લાભ મળી રહ્યો છે. તેઓ કુશળ વ્યક્તિત્વ ધરાવે છે.

તેઓ આવનારા સમયમાં કાર્યરત રહે તેવી શુભકામના. ગાંધીજી જેવા રાજનેતા ના વિચારો તેમનામાં હૃદય માં છે. આપણા સૌ નગરજનો વતી હું તેમને શુભકામના પાઠવું છું. અભિવાદન નો પ્રત્યુત્તર આપતા અશોકભાઈ એ જણાવ્યું હતું કે, આપ સૌના સાથ અને સહકારથી જ વતનથી દૂર હું સામાજિક કાર્યો કરવા માટે સક્ષમ બન્યો છું. તમારા સૌની હાજરી એ મને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે. આગામી સમયમાં પણ આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીશું. ગાંધીજી સાથેના તેમના પિતા ના પ્રસંગો ને યાદ કરીને જણાવ્યું હતું કે મારા પિતાએ ભારતની આઝાદીની ચળવળ સમયે સત્યાગ્રહ પત્રિકાની જવાબદારી નિભાવી હતી.

ગાંધીજીના આદેશોનું તેઓ પાલન કરતા. ગાંધીજી દ્વારા પિતાના શિક્ષણની સ્કોલરશીપને કારણે તેઓ અભ્યાસ કરવા સમર્થ બન્યા. મારા માતા પિતા ગાંધીજી સાથે આઝાદીની ચળવળ દરમ્યાન સતત કાર્યરત રહ્યા હતા. આજે હું તેમની નિશ્રામાં મારો જન્મદિવસ ઉજવી રહ્યો છું તેનું મને ગૌરવ છે.આજના આ કાર્યક્રમ માં ભારતીય સમુદાયના આગેવાનો ર્ડો. પ્રસાદ થોડાકુરા, રાવ કલવાલા, શિલ્પકાર બી. એસ. વી. પ્રસાદ. સહિત સ્થાનિક યુવાનો ઉપસ્થિત રહીને અશોકભાઈ ને શુભકામના પાઠવી હતી.