હાલમાં ગુજરાતમાં રાજનીતિની કથળતી અને નીચતાની હદો વટાવી રહેલા સત્તા વિપક્ષના નેતાઓથી ગુજરાતીઓ ત્રસ્ત બન્યા છે. વેચાઉ માલ અને વેપારી સમાન બનેલા રાજકીય પક્ષો એકબીજાના નેતાઓને ખરીદવા કરોડો ચૂકવી રહ્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. જનતાની માંગો પર ધ્યાન આપવાને બદલે માત્ર કેમ ચૂંટણીઓ જીતાય, કેમ પોતાના ધંધા સેટ કરાય તે આજના નેતાઓની પ્રથમ વિચારસરણી છે. જનતા ની સેવા હવે ગૌણ બની છે.
ગુજરાતમાં જનતાની માંગ ઉઠી છે કે હવે ભાજપ કોંગ્રેસ સિવાય નવો વિકલ્પ શોધવો જોઈએ. ત્યારે આ વચ્ચે દિલ્હીમાં સુસાશન અને જનતાના ટેક્ષ ના રૂપિયા જનતા પાછળ વાપરીને શિક્ષણ, આરોગ્યની સેવા પાછળ ઉત્તમ કામગીરી કરનાર કેજરીવાલ સરકારની આમ આદમી પાર્ટી પર લોકો નજર ઠેરાવી રહ્યા છે.
લોકડાઉન પહેલા જ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ફરી વાર રચાતા ગુજરાતની આમ આદમી પાર્ટીની પાંખે સળવળાટ કર્યો હતો. સામાજિક ક્ષેત્રે વર્ષોથી કામ કરતા હોય અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવા નેતાઓની શોધખોળ શરુ કરી હતી. પરંતુ લોકડાઉન આવતા તમામ ગતિવિધિઓ બંધ થઇ ગઈ હતી.
લોકડાઉન ખુલતાની સાથે જ હવે ફરીથી રાજકીય ગતિવિધિઓ શરુ થઇ છે. આમ આદમી પાર્ટીના વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગુજરાતમાં 2015 માં શરુ થયેલા પાટીદાર અનામત આંદોલનની ચિનગારી ફૂંકનાર અને હાર્દિક પટેલને આ આંદોલનનો સુત્રધાર બનાવનાર પાટીદાર નેતા અશ્વિન સાંકડાસરિયા દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ ના હસ્તે આમ આદમી પાર્ટીનું પ્રાથમિક સભ્ય પદ ગ્રહણ કરી શકે છે. અશ્વિન સાંકડાસરીયા એ વ્યક્તિ છે જેમણે હાર્દિક પટેલને ગુજરાત અનામત આંદોલનનો કિંગમેકર બનાવ્યો અને આંદોલનને ગુજરાતના ગામેગામ પોતાના રાજકીય અનુભવથી પહોચાડ્યું. જો કે અશ્વિન સાંકડાસરિયા આ આંદોલનને ભીડ ભેગી કરવાને બદલે લોકોમાં ચિનગારી ઉભી કરી અને કાયદાકીય રીતે ચલાવવા માંગતા હોવાથી હાર્દિક સાથે છેડો ફાડ્યો હતો.
સાંકડાસરિયા હાલમાં કોરોના પાછળ ગુજરાત સરકાની નબળી કામગીરી, આચરાઈ રહેલા બેફામ ભ્રષ્ટાચાર ની વિગતો રોજ જાહેર કરીને સરકારની ચિંતા વધારી રહ્યા છે. જેનો સીધો ફાયદો આવનાર સમયમાં તેઓ જે પાર્ટી સાથે જોડાશે એમને થશે. અશ્વિન સાંકડાસરિયા સોશિયલ મીડિયામાં ખુબ એક્ટીવ રહે છે અને તેમને મોટી સંખ્યામાં પાટીદાર સમાજ સિવાયના ગુજરાતીઓ ફોલો કરે છે. તાજેતરમાં જ આરોગ્ય વિભાગના ભ્રષ્ટાચારને ઉઘાડો કર્યો હતો. જેના જવાબમાં સરકારના ઇશારે તેમના પર પોલીસ ફરિયાદ પણ થઇ છે.
અશ્વિન સાંકડાસરિયા સાથે આ બાબતે અમારી ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, “હા મને કેબીનેટ મંત્રી અને ગુજરાતના પ્રભારી ગોપાલ રાય થકી સંપર્ક કરાયો હતો અને પૂછવામાં આવ્યું હતું કે શું તમને લોકસેવા કરવામાં રસ છે. ત્યારે મેં તેમની પાસે વિચારવાનો સમય માંગ્યો છે. હું સત્યની લડાઈ લડું છું. અને મને અન્ય પાર્ટી કરતા આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કરેલા કામથી સરકાર કેવી હોવી જોઈએ તે ગુજરાતીઓને જણાવીશ અને ગુજરાતના ગામેગામ દિલ્હી મોડેલને પહોચાડીશ”
આ પહેલા લોકડાઉન વચ્ચે AAP દ્વારા શરુ કરાયેલ ગુજરાત નિર્માણ અભિયાનમાં રાજકોટના રાજકીય ક્ષેત્રમાં ખુબજ જાણીતા આગેવાન રાજભા ઝાલા કે જેઓ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન-RMC રહી ચૂક્યા છે અને ભાજપમાં સંગઠનથી લઈને અનેક મહત્વની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે, જે રાજકીય અને સામાજિક સ્વચ્છ છબી ધરાવે છે અને લોકોમાં લડાયક નેતા તરીકેની ઓળખ છે. તેઓએ આમ આદમી પાર્ટી જોઈન કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news