ગુજરાત રાજ્યમાં હત્યાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે જેતપુરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જે બનાવમાં પિતાએ પુત્રને મકાન ખાલી કરવાનું કહેતા કપાતરે મકાન ખાલી કરવાને બદલે દોરીથી ગળે ટૂંપો દઈને પિતાની હત્યા નિપજાવી નાંખી હતી.
‘જર, જમીન અને જોરું કજ્યાના છોરું’ આ ગુજરાતી કહેવત મોટાગુંદાળા ગામે થયેલ હત્યાના બનાવમાં બિલકુલ બંધ બેસતી છે. બનાવની મળતી વિગત મુજબ મોટાગુંદાળા ગામે રહેતા ખેડૂત મથુરભાઈ અમીપરાને પુત્ર સાથે બનતું હોય માટે તેઓએ પોતાનું મકાન પુત્રને આપીને અલગ રહેતા હતાં. જેમાં ગતરોજ તેઓ પોતાના ઘરે આવી હવે પોતાને પણ અહીં રહેવું હોય તેમ પુત્રને કહેતા પ્રથમ પુત્ર સાથે બોલાચાલી થઈ હતી.
પિતા મથુરભાઈએ તેમના પુત્ર રાજેશને સાથે રાખવા તૈયાર ન હોય એટલે પોતાનું મકાન ખાલી કરવાનું કહ્યું હતું. પિતાએ કાળી મજૂરી કરીને બનાવેલ મકાન પર હક જમાવીને બેસી ગયેલ પુત્રને મકાન ખાલી કરવું ન હોવાથી તે પિતા સાથે ઝઘડો કરવા લાગ્યો. અને ઝઘડો એટલો ઉગ્ર બની ગયો તો પુત્ર નરાધમ બનીને ઝઘડતો ઝઘડતો ઘરમાંથી દોરી લઈ પિતાને ગળેટૂંપો આપી દીધો હતો. ગળેટૂંપો આપવાથી પિતા પગ પછાડી તડફવા લાગ્યા પરંતુ પુત્રને જરા પણ દયા ન આવી અને દોરી ઝોરથી ખેંચી જ રાખતા અંતે પિતાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું. અને કપાતર પુત્રના હાથે પિતાની હત્યા નિપજ્યાનો કાળો ઇતિહાસ લખાય ગયો.
મિલકત માટે પિતાની હત્યા નિપજાવી પુત્ર રાજેશ ફરાર થઈ ગયો હતો અને હત્યાની જાણ પોલીસને થતાં પોલીસ મોટાગુંદાળા ગામે પહોંચી હતી જ્યાં લાશનું પંચનામું કરી, લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડી હતી. અને હત્યારા રાજેશની ગણતરીના કલાકોમાં પિતાની હત્યા કરવાના ગુનામાં ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle